Tuesday, October 18, 2022

પોલીસ વિભાગ દ્વારા કાર્યરત ફટાકડા સ્ટોલનું પોલીસ વડા દ્વારા ઉદ્ધાટન

[og_img]

  • કોરોના કાળના 2 વર્ષ બાદ લોકો ઉજવાશે દિવાળીનો તહેવાર
  • જિલ્લા પોલીસ વડાએ નગરજનોને દિપાવલીની શુભકામના પાઠવી
  • નગરજનોને પોલીસ સંચાલિત ફટાકડા સ્ટોરની મુલાકાત લેવા અપીલ

દિવાળીનાં તહેવારોને અનુલક્ષીને દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી નિમિત્તે પોલીસતંત્ર દ્વારા પોલીસ હેડ કવાટર્સ ખાતે ફટાકડાના સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે. જે ફટાકડા સ્ટોલનું મંગળવારના રોજ વિધીવત રીતે જિલ્લા પોલીસ વડા વિજય પટેલ દ્વારા રીબીન કાપીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

આ ફટાકડા સ્ટોલનાં ઉદ્ધાટન પ્રસંગે દિપાવલી શુભકામનાઓ વ્યક્ત કરતા જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે કોરાનાનાં સમય પછી ચાલુ વર્ષે દિપાવલીનું પર્વ લોકો ઉજવવા જઇ રહ્યા છે. ત્યારે, પોલીસ વિભાગ દ્વારા પોલીસ હેડ કવાટર્સ ખાતે સસ્તા અને સારી ક્વોલિટીનાં ફટાકડાનો સ્ટોર ખુલ્લો મુકવામાં આવ્યો છે. ત્યારે, પાટણનાં નગરજનો પોલીસ વિભાગ દ્વારા કાર્યરત બનાવવામા આવેલ ફટાકડા સ્ટોરની અવશ્ય મુલાકાત લે અને પોતાના બાળકોને ફટાકડા ફોડતી વખતે સાવચેતી રાખી દિપાવલી પર્વને ઉત્સાહ ઉમંગ સાથે ઉજવે તેવી અપીલ કરી હતી. પાટણ પોલીસ હેડ કવાર્ટર ખાતે ખુલ્લા મુકાયેલા ફટાકડા સ્ટોરની પોલીસ પરિવાર સાથે પાટણની જનતાએ ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.