વૈશાલી ઠક્કરનો આ વર્ષે લગ્ન કરવાનો પ્લાન અધુરો રહ્યો, દીવાળીમાં લગ્નની ખરીદી કરવા મિત્રો સાથે જવાનો હતો પ્લાન

વૈશાલી ઠક્કરના રૂમમાંથી મળી આવેલી અંગત ડાયરીમાં નોંધાયેલા નામના આધારે પોલીસે આરોપીને કસ્ટડીમાં લીધો છે. જેમાં અભિનેત્રીના પાડોશી રાહુલ અને તેની પત્નીનું નામ સામે આવ્યું છે.

વૈશાલી ઠક્કરનો આ વર્ષે લગ્ન કરવાનો પ્લાન અધુરો રહ્યો, દીવાળીમાં લગ્નની ખરીદી કરવા મિત્રો સાથે જવાનો હતો પ્લાન

વૈશાલી ઠક્કર અઢી વર્ષથી ત્રાસ સહન કરતી હતી, ડાયરીમાં છુપાયા છે અનેક રહસ્યો !

છબી ક્રેડિટ સ્ત્રોત: Instagram

Vaishali Thakkar : ટેલીવિઝન અભિનેત્રી વૈશાલી ઠક્કર (વૈશાલી ઠક્કર)ના નિધનથી તેના ચાહકો આધાતમાં છે. જેટલો ઝટકો લોકોને તેના મૃત્યુથી લાગ્યો છે તેનાથી વધારે આધાત તેનું કારણ જાણીને લાગ્યો છે. તેમણે પોતાના ઘરમાં ફાંસી લગાવી હતી તેની ડાયરીમાં તેણે આ પગલા પાછળનું કારણ પણ લખ્યું છે. અંદાજે 30 વર્ષની ઉંમરમાં વૈશાલીએ પોતાની જિંદગીમાંથી તંગ આવીને મોતને વ્હાલું કર્યું હતુ. ત્યારબાદ અભિનેત્રી (ટીવી અભિનેત્રી)ના રુમમાંથી મળી આવેલી તેની પર્સનલ ડાયરીમાંથી અનેક રાઝ સામે આવ્યા હતા જેનો ખુલાસો પોલીસે કર્યો તો સૌ કોઈ દંગ રહી ગયા હતા. તેમને જણાવી દઈએ કે, અભિનેત્રીની આ ડાયરીમાં તેણે પોતાના દુખનો ઉલ્લેખ કર્યો છે. જેમાં તેણે આત્મહત્યા કરવા માટે ઉશકેરનારને સજા આપવાની માંગ કરી છે.

વૈશાલી ઠક્કરની ડાયરી વાંચી દરેક લોકો ઈમોશનલ થઈ રહ્યા છે તેનું દર્દ સાંભળીને લોકોના રુંવાડા ઉભા થઈ ગયા હતા. ડાયરીમાં લખ્યું કે, તેનો પાડોશી રાહુલ તેને મેન્ટલી ટોર્ચર કરતો હતો રાહુલની સાથે તેની પત્ની દિશાનું નામ પણ જોડાયેલું છે. અભિનેત્રીએ લખ્યું કે, બંન્ને છેલ્લા કેટલાક વર્ષોથી તેને માનસિક ત્રાસ આપતા હતા.

આપઘાતના એક દિવસ પહેલા મિત્રો સાથે વાત કરી હતી

જાહ્નવીએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, વૈશાલીએ તેને કહ્યું હતું કે તે દિવાળી પછી તેના લગ્નની ખરીદી માટે મુંબઈ આવવાની છે. તેણે જાહ્નવી અને વિકાસ સાથે રહેવાનો પ્લાન બનાવ્યો હતો. આ પછી જાહ્નવીએ જણાવ્યું કે, વૈશાલીએ કહ્યું હતું કે અમે ફરવા જઈશું અને બાળકોને પણ લઈ જઈશું.

લગ્ન ડિસેમ્બરમાં થવાના હતા

વિકાસ સેઠીએ જણાવ્યું કે, જાન્હવી આ વર્ષે ડિસેમ્બરમાં લગ્ન કરવાની યોજના બનાવી રહી હતી. બંને પરિવાર જલ્દી જ લગ્નની તારીખ નક્કી કરવાના હતા. શુક્રવારે જ્યારે મેં વૈશાલી સાથે વાત કરી તો તેણે કહ્યું હતું કે બધું બરાબર ચાલી રહ્યું છે એમ પણ કહ્યું હતું કે, તે અમારી સાથે ખરીદી કરવા જશે અને પછી એક પાર્ટીનું આયોજન કરશે. હવે તેમના મૃત્યુના સમાચારે અમને હચમચાવી દીધા છે. જ્યારે આ સમાચાર આવ્યા ત્યારે મને લાગ્યું કે તે ખોટા છે. પછી જાહ્નવીને વૈશાલીને ફોન કરવા કહ્યું. પરંતુ, વૈશાલીનો ફોન ઉપડ્યો ન હતો.

રાહુલ અને દિશાને સજા અપાવજો : વૈશાલી

પોલીસને હાથ લાગેલી આ ડાયરીમાં વૈશાલીએ રાહુલ અને દિશાને સજા અપાવવાની માંગ કરી છે. અભિનેત્રીએ લખ્યું કે, આ બંન્ને તેને માનસિક ત્રાસ આપતા હતા. પ્લીઝ આને સજા આપજો બાકી મારી આત્માને શાંતિ મળશે નહિ. આ નોટના આધારે ઈન્દોર પોલીસે આરોપી રાહુલ અને તેની પત્નીની ધરપકડ કરી હતી.

أحدث أقدم