હિન્દૂ ધર્મની આસ્થાને ઠેસ પહોંચાડનારા ચૂંટણી સમયે મંદિરોમાં ફરી રહ્યા છે : હર્ષ સંઘવી

ભાવનગર શહેરના ઉમરાળા પોલીસ સ્ટેશનમાં ગોપાલ ઈટાલીયા વિરુદ્ધ ફરિયાદ થઈ હતી. હાલ પોલીસે IPC 295A અને IPC 298 ની કલમ મુજબ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરાઈ હતી. મીડિયા સાથેની વાતચીતમાં રાજ્ય ગૃહ પ્રધાન આપ ના પ્રદેશ પ્રમુખ ઉપર વરસી પડ્યા હતા. શાબ્દિક પ્રહાર કરતા મંત્રીએ ચૂંટણીની મૌસમ વચ્ચે વાયદા લઈને આવતા લોકોને જવાબ આપવા અપીલ કરી હતી.

TV9 ગુજરાતી

| સંપાદિત: અંકિત મોદી

ઑક્ટો 17, 2022 | 9:20 AM

ગોપાલ ઈટાલિયા (ગોપાલ ઇટાલિયા) ના વાયરલ વીડિયો પર ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી(હર્ષ સંઘવી)એ પ્રહાર કર્યા છે. કહ્યુ કે, “હિન્દૂ ધર્મની આસ્થાને ઠેસ પહોંચાડવાનું મોટું ષડયંત્ર હતું. અને આ હિન્દુ ધર્મ વિરુદ્ધ બોલનારા આજે મંદિર મંદિર ફરી રહ્યા છે, ગુજરાતની શક્તિનો પરિચય થયા પછી વિવાદીત વીડિયો છુપાવવાના પ્રયત્નો થયા પરંતુ વીડિયો છુપાયો નહીં માટે હવે મંદિર મંદિર ભટકવું પડે છે. આમ આદમી પાર્ટીના (Aam Admi Party) ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા (Gopal italia) સામે ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. ફરિયાદી અમિત આહિરે આરોપ લગાવ્યો હતો કેજાહેર સભામાં ભગવાન શ્રી કષ્ણને (lord Krishna) તેઓએ રાક્ષસો સાથે સરખાવીને સમસ્ત હિન્દુ સમાજની (Hindu) લાગણી દુભાવી હતી.

મહત્વનું છે કે, ભાવનગર શહેરના ઉમરાળા પોલીસ સ્ટેશનમાં ગોપાલ ઈટાલીયા વિરુદ્ધ ફરિયાદ થઈ હતી. હાલ પોલીસે IPC 295A અને IPC 298 ની કલમ મુજબ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરાઈ હતી.

ભરૂચના કાળી તલાવડી વિસ્તારમાં રૂ.9.63 કરોડના ખર્ચે નિર્માણ પામેલ નવી એસ.પી.કચેરીનું રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુચારૂ રીતે જળવાય રહે તે માટે જિલ્લામાં 3 નવા પોલીસ સ્ટેશન અંકલેશ્વર બી ડીવીઝન, પાનોલી અને ઝઘડીયાનું પણ લોકાર્પણ કરાયું હતું. આ અવસરે મીડિયા સાથેની વાતચીતમાં રાજ્ય ગૃહ પ્રધાન આપ ના પ્રદેશ પ્રમુખ ઉપર વરસી પડ્યા હતા. શાબ્દિક પ્રહાર કરતા મંત્રીએ ચૂંટણીની મૌસમ વચ્ચે વાયદા લઈને આવતા લોકોને જવાબ આપવા અપીલ કરી હતી.