યુક્રેનના પાવર પ્લાન્ટ્સ પર રશિયાનો હુમલો, લ્વીવ શહેરની વીજળી ગૂલ

રશિયાએ હવે લ્વીવ શહેરમાં પાવર પ્લાન્ટ્સને નિશાન બનાવ્યા છે. લ્વીવ શહેર ત્રણ વિસ્ફોટોથી સંપૂર્ણપણે હચમચી ગયું હતું. લ્વીવના ગવર્નરે પોતે આ વાતની પુષ્ટિ કરી છે. રશિયાએ એક દિવસ પહેલા જ યુક્રેનના 12 શહેરો પર 75 મિસાઈલો છોડી હતી.

યુક્રેનના પાવર પ્લાન્ટ્સ પર રશિયાનો હુમલો, લ્વીવ શહેરની વીજળી ગૂલ

Russia Attacks on Ukraine

Image Credit source: ANI

એક દિવસ પહેલા રશિયાએ યુક્રેન (Russia Ukraine War)પર શ્રેણીબદ્ધ મિસાઈલ હુમલા કર્યા પછી લ્વીવના પાવર પ્લાન્ટ્સ પર હુમલો કર્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે પશ્ચિમ યુક્રેનના લ્વીવમાં ત્રણ વિસ્ફોટ થયા. ત્યારથી સમગ્ર વિસ્તાર અંધકારમાં ડૂબી ગયો છે. રશિયાના તાજેતરના હુમલાથી હવે યુક્રેનની મુશ્કેલીઓ વધી રહી છે. ગવર્નર મેક્સિમ કોઝિત્સ્કીએ લ્વીવના મેયર આન્દ્રે સડોવી સાથે ટેલિગ્રામ પર કહ્યું કે લ્વીવ નામ (Lviv City)નો શહેરનો મુખ્ય ભાગ છે. અહીં ત્રણ વિસ્ફોટ થયા હતા. આ પછી ઘણા શહેરોમાં લાઈટ ચાલી ગઈ છે. આના એક દિવસ પહેલા જ 75 મિસાઈલથી હુમલો કરવામાં આવ્યો હતો.

રશિયાએ હવે લ્વીવ શહેરમાં પાવર પ્લાન્ટ્સને નિશાન બનાવ્યા છે. લ્વીવ શહેર ત્રણ વિસ્ફોટોથી સંપૂર્ણપણે હચમચી ગયું હતું. લ્વીવના ગવર્નરે પોતે આ વાતની પુષ્ટિ કરી છે. રશિયાએ એક દિવસ પહેલા જ યુક્રેનના 12 શહેરો પર 75 મિસાઈલો છોડી હતી. આ હુમલામાં ઘણા લોકોના મોત પણ થયા હતા. આ હુમલાઓમાં લિવ, પોલ્ટાવા, ખાર્કિવ, કિવને સૌથી વધુ નુકસાન થયું છે. આ શહેરોમાં માત્ર દૂર દૂરથી આગ દેખાતી હતી.

ભારતીયોને યુક્રેન ન જવાની સલાહ આપી

યુક્રેનમાં ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને યુક્રેનની બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપી છે. ભારતીય દૂતાવાસની આ એડવાઈઝરી યુક્રેન અને રશિયા વચ્ચેનો સંઘર્ષ વધુ તીવ્ર થયા બાદ આવી છે. દૂતાવાસે ભારતીયોને યુક્રેનમાં તેમના રોકાણ વિશે માહિતી આપવા અને તેમની સ્થિતિ વિશે પણ જણાવવા કહ્યું છે, જેથી જરૂર પડ્યે તેઓ સુધી પહોંચી શકાય. દૂતાવાસે કહ્યું, “યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષની તીવ્રતાને ધ્યાનમાં રાખીને, ભારતીય નાગરિકોને યુક્રેનમાં અને ત્યાંથી બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવે છે.”

યુક્રેન પર 75 મિસાઈલ હુમલો

રશિયાએ સોમવારે યુક્રેનની રાજધાની કિવ સહિત તેના અનેક શહેરોને મિસાઈલ હુમલાથી નિશાન બનાવ્યા હતા અને આ દરમિયાન તેણે રહેણાંક વિસ્તારોને પણ છોડ્યા ન હતા. રશિયાએ એક પછી એક 75 મિસાઈલો છોડી. રાજધાની કિવમાં થયેલા હુમલામાં ઓછામાં ઓછા છ લોકો માર્યા ગયા હતા અને હુમલામાં બળી ગયેલા વાહનો અને ઈમારતોનો કાટમાળ શેરીઓમાં વિખરાઈ ગયો હતો. પોલીસે જણાવ્યું હતું કે યુક્રેનના અનેક વિસ્તારોમાં સવારના હુમલામાં ઓછામાં ઓછા 10 લોકો માર્યા ગયા હતા. જ્યારે 60 જેટલા લોકો ઘાયલ થયા હતા. દેશની કટોકટી સેવાએ જણાવ્યું હતું કે નવ લોકો મૃત્યુ પામ્યા હતા.

ગઈકાલે પણ પાવર પ્લાન્ટ્સને નિશાન બનાવવામાં આવ્યું હતું

યુક્રેનિયન આર્મ્ડ ફોર્સના જનરલ સ્ટાફે જણાવ્યું હતું કે યુક્રેનિયન લક્ષ્યો પર 75 મિસાઈલો છોડવામાં આવી હતી, જેમાંથી 41 હવાઈ સંરક્ષણ દ્વારા નિષ્ક્રિય કરવામાં આવી હતી. ઝેલેન્સકીએ એક વીડિયો સંબોધનમાં જણાવ્યું હતું કે લક્ષ્યાંક 10 શહેરોમાં નાગરિક ક્ષેત્રો અને ઊર્જા સુવિધાઓ હતી. ” તેઓએ કહ્યું (રશિયનોએ) સૌથી વધુ નુકસાન પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે આવા સમય અને આવા લક્ષ્યો પસંદ કર્યા,”

યુક્રેનના સંસદસભ્ય લેસિયા વાસિલેન્કોએ મધ્ય કિવમાં કિવ નેશનલ યુનિવર્સિટીની મુખ્ય ઈમારતની નજીક વિસ્ફોટનો ફોટો ટ્વિટ કર્યો હતો. કિવમાં કટોકટી સેવાઓના પ્રવક્તા સ્વિતલાના વોડોલાગાએ એસોસિએટેડ પ્રેસ (એપી)ને જણાવ્યું હતું કે જાનહાનિ થઈ છે અને બચાવકર્તાઓ વિવિધ સ્થળોએ કામ કરી રહ્યા છે. કિવ ઉપરાંત, ખાર્કીવ, લ્વીવ, ટેર્નોપિલ, ખ્મેલનીત્સ્કી, ઝિથોમીર અને અન્ય કેટલાક શહેરો રશિયન હુમલા હેઠળ રહ્યા.

Previous Post Next Post