ગુજરાતની(Gujarat)સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં(Saurashtra University) પેપરલીકની(Paper leak)ઘટના વચ્ચે મોટા સમાચાર મળી રહ્યાં છે. તેમજ અચાનક જ યુનિવર્સિટીના પરીક્ષા નિયામક નિલેશ સોનીએ રાજીનામું આપતા અનેક તર્કવિતર્ક થઇ રહ્યાં છે. કાયમી પરીક્ષા નિયામક તરીકે નિમણૂંક થયાના માત્ર 4 મહિનામાં જ નિલેશ સોનીએ રાજીનામું આપ્યું છે.
ગુજરાતની(ગુજરાત)સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં(સૌરાષ્ટ્ર યુનિવર્સિટી) પેપરલીકની(પેપર લીક)ઘટના વચ્ચે મોટા સમાચાર મળી રહ્યાં છે. તેમજ અચાનક જ યુનિવર્સિટીના પરીક્ષા નિયામક નિલેશ સોનીએ રાજીનામું આપતા અનેક તર્કવિતર્ક થઇ રહ્યાં છે. કાયમી પરીક્ષા નિયામક તરીકે નિમણૂંક થયાના માત્ર 4 મહિનામાં જ નિલેશ સોનીએ રાજીનામું આપ્યું છે. ચર્ચા એવી છે કે પેપરલીકમાં પરીક્ષા નિયામકની સંડોવણી છે. આ સંડોવણી હોવાને કારણે અચાનક રાજીનામું આપ્યું છે.તો ચર્ચા એવી પણ ચાલી રહી છે કે કુલપતિની કામ કરવાની પદ્ધતિથી કંટાળીને રાજીનામું આપ્યું છે.
ગુજરાતમાં રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં B.Com અને BBAનું પેપર લીક થવાના કેસમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.ત્યારે યુનિવર્સિટીમાં FSLની ટીમે તપાસ હાથ ધરી છે.અલગ અલગ કોલજમાં મોકલવામાં આવેલા બોકસ અને કવરની તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન કોલેજોમાંથી પરત મંગાવેલા B.Comના 97માંથી 22 બોક્સ ખુલ્લા જોવા મળ્યા હતા.જેને લઇ અલગ અલગ કોલેજો પર શંકા છે.પરંતુ હજી કઇ કોલેજ અને ક્યાંથી પેપર લીક થયું તે બહાર નથી આવ્યું.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BBA અને B.COM સેમ-5નું પેપર લીક થવાના મામલે હવે રાજકારણ શરૂ થઇ ગયુ છે.તો બીજી તરફ કોંગ્રેસ પ્રવક્તા નિદત બારોટે તો કાર્યકારી કુલપતિઓ પર જ સવાલ ઉઠાવી દીધો છે.નિદત બારોટે રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાંથી કાર્યકારી કુલપતિઓને છૂટા કરી નાખવાની માગ કરી છે.તથા ગિરીશ ભીમાણી પર ભલામણકાંડમાં સામેલ હોવાનો આક્ષેપ કરી તેમને પણ તાત્કાલિક છૂટા કરવાની માગ કરી છે.ઉલ્લેખનીય છે કે અગાઉ સૌરાષ્ટ્ર યુનિ.નું BBA અને B.COM સેમ-5નું પેપર લીક થયુ હતુ જેને લઇને ભારે વિવાદ થતા રાતોરાત BBAનું પેપર બદલી નાખવામાં આવ્યું હતુ તથા B.COMની પરીક્ષા રદ કરી નાખવામાં આવી હતી.