'ભારતીય ટીમ કાયરની જેમ રમે છે', વર્લ્ડકપ પહેલા પૂર્વ અંગ્રેજ કેપ્ટનનો દાવો

[og_img]

  • પૂર્વ ઈંગ્લિશ કેપ્ટન નાસિર હુસૈનનું ટીમ ઈન્ડિયાને લઇ નિવેદન
  • ભારતીય ટીમ ICC ઈવેન્ટ્સમાં કાયરતાથી રમે છે: નાસિર હુસૈન
  • 23 ઓક્ટોબરે મેલબોર્નમાં ભારત-પાકિસ્તાનનો મુકાબલો

હવે આવતા અઠવાડિયે શરૂ થઈ રહેલા T20 વર્લ્ડકપમાં ભારતીય ટીમે તેની પ્રથમ મેચ પાકિસ્તાન સામે રમવાની છે. આ મેચ 23 ઓક્ટોબરે મેલબોર્નમાં રમાશે. આ ટૂર્નામેન્ટ માટે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા પહોંચી ચૂકી છે. આ પહેલા પૂર્વ ઈંગ્લિશ ખેલાડી નાસિર હુસૈન કહી ચુક્યા છે કે ભારતીય ટીમ ICC ઈવેન્ટ્સમાં કાયરતાથી રમે છે.

23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે મુકાબલો

ભારતીય ક્રિકેટ ટીમ આ દિવસોમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે, જ્યાં તેને T20 વર્લ્ડકપ રમવાનો છે. ટીમ ઈન્ડિયાએ આ માટે વોર્મ-અપ મેચ રમવાનું પણ શરૂ કરી દીધું છે. વર્લ્ડકપમાં ભારતીય ટીમની પ્રથમ મેચ 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે થવાની છે. પરંતુ તે પહેલા જ પૂર્વ ઈંગ્લિશ ખેલાડી નાસિર હુસૈને મોટો દાવો કરીને ચોંકાવનારો દાવો કર્યો છે.

ICC ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ કાયરતાથી રમે છે

ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન નાસીર હુસૈનનું માનવું છે કે ટીમ ઈન્ડિયા પાસે સારા ખેલાડીઓ છે અને તેણે ઘણી દ્વિપક્ષીય શ્રેણીઓ પણ જીતી છે. પરંતુ વર્લ્ડકપ જેવી તમામ ICC ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ કાયરતાની રમત રમે છે. આ જ તેને સૌથી વધુ દુઃખી કરે છે.

ICC ઈવેન્ટ્સમાં ભારતનું એવરેજ પ્રદર્શન

જો કે, ભારતીય ટીમ છેલ્લા કેટલાક સમયથી સારું ક્રિકેટ રમી રહી છે. ખાસ કરીને 2022માં શાનદાર રમત રમી હતી, પરંતુ તાજેતરમાં યોજાયેલા એશિયા કપમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચી શકી નથી. શ્રીલંકાએ ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને ટાઇટલ જીત્યું હતું.

ICC ઈવેન્ટ્સ મોટી સમસ્યા

નાસિર હુસૈને કહ્યું, ‘ભારત સાથે ICC ઈવેન્ટ્સ મોટી સમસ્યા રહી છે. તેમની પાસે સારા ખેલાડીઓ છે, જેમને રોટેટ કરતા રહે છે અને આરામ પણ આપે છે. આ સાથે ટીમ ઈન્ડિયાએ તમામ ફોર્મેટમાં દરેક ટીમોને હરાવ્યા છે. પરંતુ એ પણ સાચું છે કે મોટી ટુર્નામેન્ટમાં ટીમ કાયર જેવી રમત રમે છે, જાણે ટીમ દબાણમાં હોય.

વર્લ્ડકપ જીતવા નાસિરે આપી સલાહ

ભૂતપૂર્વ ઇંગ્લિશ કેપ્ટને કહ્યું, ‘જો કે એમ કહેવું પડશે કે તેણે ગત વર્લ્ડકપમાં પણ ખાસ કરીને પાવરપ્લેમાં કેટલીક નીડર રમત દેખાડી છે. ટીમ ઈન્ડિયા આક્રમક ઈનિંગ્સ રમવાની ક્ષમતા ધરાવે છે. સૂર્યકુમાર યાદવ શાનદાર ફોર્મમાં છે. જો કે બે સ્ટાર ખેલાડી રવિન્દ્ર જાડેજા અને જસપ્રિત બુમરાહ ટીમની બહાર છે. ટીમ ઈન્ડિયાએ દ્વિપક્ષીય શ્રેણીમાં જે માનસિકતા રાખે છે તેવી જ માનસિકતા રાખવી પડશે.

ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડકપમાં તાકાત દેખાડવી પડશે

ગયા વર્ષે આયોજિત T20 વર્લ્ડકપમાં ભારતીય ટીમ ગ્રુપ સ્ટેજથી પણ આગળ વધી શકી ન હતી. ટીમ ઈન્ડિયાએ 1983માં ODI વર્લ્ડકપ બાદ 2007માં T20 અને 2011માં ODI વર્લ્ડકપ જીત્યો હતો. મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ ICC ચેમ્પિયન્સ ટ્રોફી પણ કબજે કરી હતી. હવે આવતા અઠવાડિયે શરૂ થઈ રહેલા T20 વર્લ્ડકપમાં ભારતીય ટીમે તેની પ્રથમ મેચ પાકિસ્તાન સામે રમવાની છે. આ મેચ 23 ઓક્ટોબરે મેલબોર્નમાં રમાશે.

أحدث أقدم