Sunday, October 9, 2022
Home »
Breaking News
,
Gujarati
,
India News
,
Latest news
,
Today news
,
trending
» પ્રિયંકા ચોપરા અને નિક જોનસનો 'ડે આઉટ', પુત્રી માલતી વગર ફરવા નીકળ્યા મમ્મી-પાપા
Oct 09, 2022 | 5:24 PM
TV9 GUJARATI | Edited By: Nancy Nayak
Oct 09, 2022 | 5:24 PM
બોલિવૂડની ‘દેશી ગર્લ’ પ્રિયંકા ચોપરા તેના પતિ નિક જોનસ સાથે રોમેન્ટિક સમય વિતાવી રહી છે. જે હંમેશા તેમના પુત્ર માલતી સાથે જોવા મળતા મમ્મી-પાપા હવે તેમની પુત્રીને સાથે લીધા વિના ‘ડે આઉટ’ પર નીકળી ગયા છે.
પ્રિયંકા ચોપરાએ હાલની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેયર કરી છે. આ ફોટોઝમાં જોઈ શકાય છે કે લોન્ગ ડ્રાઈવ પર નીકળેલા કપલ એકબીજાની કંપનીને ખૂબ એન્જોય કરી રહ્યાં છે.
પ્રિયંકાએ આ તસવીરોમાં લીલા રંગનું ઓલિવ કલરનું ટોપ પહેર્યું છે, જ્યારે નિક જોનાસે બ્રાઉન કલરનું સ્વેટર પહેર્યું છે.
ઓપન રૂફ કારમાં બેસીને લોંગ ડ્રાઈવ માટે નીકળેલા નિક અને પ્રિયંકા મજા માણી રહ્યાં છે.
તમને જણાવી દઈએ કે પ્રિયંકા અને નિકે તેમની પુત્રીને સરોગસી દ્વારા દુનિયામાં લાવવાનો નિર્ણય લીધો હતો. તેમની પુત્રીનું નામ માલતી મેરી ચોપરા જોનસ છે.