الخميس، 20 أكتوبر 2022
Home »
Breaking News
,
Gujarati
,
India News
,
Latest news
,
Today news
,
trending
» નાની ઉંમરે હાડકાંમાંથી આવે છે અવાજ, આ સુપરફૂડ્સ આપશે રાહત
ઑક્ટો 20, 2022 | 8:25 PM
TV9 ગુજરાતી | સંપાદિત: અભિજ્ઞા મૈસુરિયા
ઑક્ટો 20, 2022 | 8:25 PM

ઘણીવાર હાથ-પગમાં હાડકામાં કટ-કટ અવાજ આવવુ એક સ્વાસ્થ્ય સમસ્યા છે. તેને લુબ્રિકેશન કહેવામાં આવે છે. આ પોષક તત્વોની ઉપણને કારણે થાય છે. કેટલાક સુપરફૂડસના સેવનથી આ સમસ્યા દૂર કરી શકાય છે.

કાંદા અને લસણ – તેમા હાજર સલ્ફર, લુબ્રિકેશનને ઘણી હદ સુધી ઓછુ કરે છે. સલ્ફરની મદદથી પગના સોજા અને દુખાવામાંથી રાહત મળે છે. કાંદા અને લસણના ઓઈલથી મસાજ કરવાથી આ સમસ્યામાંથી રાહત મળે છે.

લાલ કેપ્સીકમ – તેમા વિટામિન એ, સી, બી અને કે સારી માત્રામાં હોય છે. અઠવાડિયામાં એકવાર લાલ કેપ્સીકમથી બનેલી વાનગીનું સેવન કરવુ જોઈએ. તેનાથી સાંધાનો દુખાવો દૂર કરવામાં મદદ મળે છે.

આદુ – આયુર્વેદમાં આદુનું વિશેષ મહત્વ છે, તેમાં એન્ટી ઈન્ફ્લામેટરી ગુણ હોય છે. તેની મદદથી સાંધાના દુખાવાની સમસ્યા દૂર થાય છે.

કઠોળ – કઠોળમાં પ્રોટીન, ફાઈબર અને કેલ્સિયમ જેવા અનેક પોષક તત્ત્વો હોય છે. તેમાં હાજર કેલ્શિયમને કારણે હાડકાની સમસ્યા દૂર કરવામાં મદદ મળે છે.
Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.