Thursday, October 20, 2022

હેલિકોપ્ટર ક્રેશમાં મોતને ભેટેલી ભાવનગરની બહેનોના હરિદ્વારમાં કરાયા અંતિમ સંસ્કાર

[og_img]

  • કેદારનાથ પાસે હેલિકોપ્ટર ક્રેશ થતા 7 લોકોના થયા હતા મોત
  • મૃતકોમાં ભાવનગરની 3 દીકરીઓના પણ થયા હતા મોત
  • પરિવારે બંને પિતરાઈ બહેનોના હરિદ્વાર જઈ કર્યા અંતિમ સંસ્કાર

કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનામાં હેલિકોપ્ટરના પાયલોટ સહિત સાત વ્યક્તિઓના કમકમાંટી ભર્યા મોત નીપજ્યા હતા. હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનામાં સાત પૈકી ત્રણ યુવતીઓ ભાવનગરની સવાર હતી. આ ત્રણેય યુવતીઓના મોત નીપજ્યા હતા. જેમાં ભાવનગરની બે પિતરાઈ બહેનોના પણ મોત નીપજ્યા હતા. આ બંને પિતરાઈ બહેનોની હરિદ્વાર ખાતે આજે સવારે અંતિમવિધિ કરવામાં આવી હતી. અંતિમવિધિ પૂર્ણ કરી પરિવાર પરત ભાવનગર આવવા માટે રવાના થયો હતો.

કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનામાં હેલિકોપ્ટરના પાયલોટ સહિત સાત વ્યક્તિઓના કમકમાંટી ભર્યા મોત નીપજ્યા હતા. જેમાં બે પિતરાઈ બહેનો ભાવનગર શહેરના દેસાઈનગરમાં રહેતી કૃતિ કમલેશભાઇ બારડ અને પિતરાઈ બેન ઉર્વિ જયેશભાઈ બારડનાં પણ મૃત્યુ થયા હતા.

આ સમાચાર ભાવનગરમાં રહેતા પરિવારને મળતા હતપ્રત બન્યો હતો. અને પરિવાર દ્વારા હરિદ્વાર ખાતે અંતિમવિધિ કરવાનો નિર્ણય થતાની સાથે જ મોડી સાંજના સમયે પરિવાર હરિદ્વાર જવા રવાના થયો હતો. હરિદ્વાર પહોંચતાની સાથે જ આજે સવારે બંને પિતરાઈ બહેનોની વિધિવત રીતે અંતિમ વિધિ કરવામાં આવી હતી. આ અંતિમ વિધિ પરિવારના તમામ સભ્યોની ઉપસ્થિતિમાં થઈ હતી અને અંતિમવિધિ પૂર્ણ કરી બંને પિતરાઈ બહેનોનો પરિવાર પરત ભાવનગર આવવા માટે રવાના થયો હતો.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.