ડિફેન્સ એક્સ્પોમાં ભારતીય સેનાનું શક્તિ પ્રદર્શન: અગ્નિઅસ્ત્રનું નિદર્શન કરાયું

[og_img]

  • આર્મીએ અલગ અલગ પ્રકારની ટેંક અને રડારને પ્રદર્શનમાં મૂકી
  • જમીનમાં રાખેલી આઈઈડી બહાર કાઢી શકે તેવી ટેંક પણ પ્રદર્શિત કરાઈ
  • જમ્મુ કાશ્મીર જેવા વિસ્તારોમાં આર્મીની કામગીરી અંગેનું નિદર્શન

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં હાલ ડિફેન્સ એક્સ્પો 2022 ચાલી રહ્યો છે. આ ડિફેન્સ એક્સ્પોમાં રક્ષા મંત્રાલયને પણ એક પેવેલિયન ફાળવવામાં આવ્યું છે. આ વિશિષ્ટ પેવેલીયનમાં ભારતીય સેનાએ પોતાના શસ્ત્રો અને ડિફેન્સ ટેકનોલોજીનું પ્રદર્શન કર્યું છે.

ભારતીય ભુસેનાએ અલગ અલગ પ્રકારની ટેંક અને આર્ટીલરીને પ્રદર્શિત કરી છે. આ સાથે જ આર્મી દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી આધુનિક રડારને પણ પ્રદર્શનમાં મુકવામાં આવી છે. ભારતીય સેનાએ જમીનમાં રાખેલ આઈઈડી બહાર કાઢી શકે તેવી અધીનીક અને વિશિષ્ટ T90 ટેંકને પણ નિદર્શન માટે મૂકી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ડિફેન્સ એક્સ્પોમાં જમ્મુ કાશ્મીર જેવા સંવેદનશીલ વિસ્તારોમાં ભારતીય આર્મીની દ્વારા કરવામાં આવતી કામગીરી અંગેનું નિદર્શન પણ કરાયું છે. આ સાથે જ સૈનિક વગર પણ અંતરિયાળ જગયાઓ પર જઈને બ્લાસ્ટ કરી શકાય તેવુ અતિઆધુનિક અગ્નિઅસ્ત્ર પણ પ્રદર્શનમાં મુકાયું છે. આ ઉપરાંત ભારતીય આરી દ્વારા બોમ્બ ડીફ્યુઝિંગ જેવા જોખમવાળા કાર્યો માટે વપરાતા રોબોટ અને વાયરલેસ ઈક્વિપમેંટને પણ ડિફેન્સ એક્સ્પોમાં પ્રદર્શિત કરવામાં આવ્યા છે.

أحدث أقدم