નવસારીના ગણદેવીમાં દેસાઈ સમાજના આસ્થાના કેન્દ્ર સતીમાતાના મંદિરે યોજાયો ભાતીગળ મેળો, લોકસંસ્કૃતિના થયા દર્શન

Navsari: ગણદેવીમાં આવેલા દેસાઈ સમાજના આસ્થાના કેન્દ્ર સમા સતામાતાના મંદિરે ભાતીગળ મેળો યોજાયો હતો. જેમાં નવસારી, વલસાડ, ડાંગ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી લોકો ઉમટી પડ્યા હતા. દર વર્ષે કાળી ચૌદશને દિવસે આ મેળો ભરાય છે. આ મેળામાં આવનાર દરેક લોકોની સતી માતા મનોકામના પૂર્ણ કરે છે તેવી માન્યતા છે.

TV9 ગુજરાતી

| સંપાદિત: મીના પંડ્યા

ઑક્ટો 25, 2022 | 9:03 PM

કોરોનાએ ગ્રહણ લગાવેલા ઉત્સવો આ દિવાળીમાં ગ્રહણમુક્ત થયા છે. ઉત્સવોની મોસમ ખીલી છે, ત્યારે નવસારી (Navsari)ના ગણદેવીમાં કોરોનાકાળથી બંધ સતીમાતા (સતી માતા)નો મેળો ફરી ધમધમી ઉઠ્યો છે. લોકસંસ્કૃતિને ધબકતી રાખતો આ મેળો ધાર્મિક આસ્થાનું પણ કેન્દ્ર પણ છે. આ ભાતીગળ મેળો દક્ષિણ ગુજરાત (દક્ષિણ ગુજરાત)ની લોક સંસ્કૃતિની ઝાંખી કરાવે છે. મેળામાં નવસારી, વલસાડ, ડાંગ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી લોકો સામેલ થાય છે. અહીં જ એક પૌરાણિક મંદિર છે, જેનો ઈતિહાસ 350 વર્ષ જૂનો છે. એક દંત કથા અનુસાર દેસાઈ સમાજના એક માતા સતી થયા હતા. ત્યારબાદ એમની યાદમાં આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. બે વર્ષ બાદ કોરોનાના નિયમો હળવા થતાં મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી.

સતીમાતાના મંદિરના પૂજારીના જણાવ્યા મુજબ સતી માતાના મંદિરે કાળી ચૌદશના દિવસે મેળો ભરાય છે. આ મેળામાં આવનાર દરેકે દરેકની મનોકામના સતીમાતા પૂર્ણ કરે છે. જે મનુષ્ય જે પ્રકારની ઈચ્છા રાખે તેવુ ફળ માતાજી તાત્કાલિક પ્રદાન કરે છે. હજારો લોકોને અનુભવ થયા છે. જેમને સંતાન નહોંતા તેમના સંતાનપ્રાપ્તિ થઈ છે. જે લોકોને જે તકલિફ હતી તેમને એ તકલિફોમાંથી ઉગાર્યા છે. આ મંદિરના 350 વર્ષ જૂનો ઈતિહાસ છે. 1857ના બળવામાં પણ આ મંદિરનો ઉલ્લેખ થયેલો છે. સતીમાતાના આ મેળામાં આવતા ઘેરૈયાઓનું પણ વિશેષ મહત્વ છે. આસપાસના 15થી17 ગામોમાંથી સતીમાતાના પટાંગણમાં તેની ઘેર લઈને આવે છે.