અમદાવાદીઓ પણ રિવરફ્રન્ટ પર જોઈ શકશે ભારતીય સેનાનું શૌર્ય પ્રદર્શન, જાણો ઓનલાઈન રજીસ્ટ્રેશન, બંધ રસ્તા અને વૈકલ્પિક રસ્તા વિશેની સંપૂર્ણ માહિતી

Defense expo 2022 : તે માટે ટ્રાફિકજામની સમસ્યા ના સર્જાય તેમજ તહેવારનો સમય હોવાથી લોકોને અગવડતા ના પડે તે માટે વૈકલ્પિક માર્ગ નક્કી કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં એન્ટ્રી માટે ઈ-ટિકિટ જરુરી છે અને કેટલાક નિયમોનું પાલન કરવાનું રહેશે.

અમદાવાદીઓ પણ રિવરફ્રન્ટ પર જોઈ શકશે ભારતીય સેનાનું શૌર્ય પ્રદર્શન, જાણો ઓનલાઈન રજીસ્ટ્રેશન, બંધ રસ્તા અને વૈકલ્પિક રસ્તા વિશેની સંપૂર્ણ માહિતી

ડિફેન્સ એક્સ્પો 2022

છબી ક્રેડિટ સ્ત્રોત: ફાઇલ ફોટો

ડિફેન્સ એક્સ્પો 2022: આવનારા 5 દિવસોમાં અમદાવાદના રિવરફ્રન્ટ પર ભવ્ય ડિફેન્સ એક્સપો યોજાશે. તેના કારણે અમદાવાદના કેટલાક માર્ગો બંધ રહેશે. જેની સત્તાવાર જાહેરાત અમદાવાદ (અમદાવાદ) ટ્રાફિક પોલીસના સંયુક્ત પોલીસ કમિશનર મયંકસિંહ ચાવડાએ પણ કરી છે. 18થી 22 ઓક્ટોબર સુધી અમદાવાદ રિવરફ્રન્ટ પર મોટી સંખ્યામાં લોકો ડિફેન્સ એક્સપો જોવા આવશે. તે માટે ટ્રાફિકજામની સમસ્યા ના સર્જાય તેમજ તહેવારનો સમય હોવાથી લોકોને અગવડતા ના પડે તે માટે વૈકલ્પિક માર્ગ નક્કી કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં એન્ટ્રી માટે ઈ-ટિકિટ જરુરી છે અને કેટલાક નિયમોનું પાલન કરવાનું રહેશે. જેથી આ ભવ્ય કાર્યક્રમ શાંતિપૂર્વક પૂર્ણ થાય.

ઈ-ટિકિટ ફરિજિયાત

જાહેર જનતા ભારતીય સેનાનું આ શૌર્ય પ્રદર્શન 21-22 દરમિયાન જોઈ શકશે. તે પહેલા આ કાર્યક્રમમાં વીઆઈપી લોકોને જ એન્ટ્રી આપવામાં આવશે. જાહેર જનતાએ આ કાર્યક્રમમાં એન્ટ્રી મેળવવા માટે ઈ-ટિકીટ લેવી ફરજિયાત છે. તેના માટે એક એપ અને QR કોડ પણ જાહેર કરવામાં આવ્યો છે. ઉપર બતાવેલા QR કોડને સ્કેન કરીને તેમાં જરુરી વિગતો ભરીને ઈ-ટિકીટ મેળવી શકશો. વિદેશથી આવતા મહેમાનો માટે એક એપ લોન્ચ કરવામાં આવી છે. જેની મદદથી તેઓ કાર્યક્રમના રુટ જેવી અનેક માહિતી જાણી શકશે.

નીચેની લિંક પર ક્લિક કરી એપ ડાઉનલોડ કરી શકાશે

https://get.eventedge.com/defexpo2022

સંરક્ષણ મંત્રાલય ડેફએક્સ્પો-2022ની વેબસાઈટ (www.defexpo.gov.in) અને મોબાઇલ એપ iOS અને એન્ડ્રોઈડ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે, જેમાં રોજ-બ-રોજની ઘટનાઓ; સહભાગી પ્રદર્શકો; DPSU, સેમિનાર/વેબિનારના અતિથિ વક્તાઓ; પ્રકાશનો એટલે કે, ઈલેક્ટ્રોનિક પત્રિકા અને ઈ-પુસ્તકો; સ્થળો અને શહેરના હવામાનના નકશા અને દિશાનિર્દેશો અંગે વિગતવાર માહિતી પ્રદાન કરવામાં આવે છે.

18થી 22 સુધી અમદાવાદ રિવરફ્રન્ટના આ રૂટ બંધ

રિવરફ્રન્ટનો પશ્ચિમ માર્ગ બંધ: બપોરે 3થી રાતના 9 સુધી વાડજ સ્મશાન ગૃહ કટથી શરૂ થતો પશ્ચિમનો આંબેડકર બ્રિજ નીચે સુધીનો રિવરફ્રન્ટ રોડ વાહનોની અવર જવર માટે બંધ રહેશે.

વૈકલ્પિક માર્ગ: વાડજ સ્મશાન ગૃહ કટથી વાડજ સકકલ થઇ ઇન્કમટેક્ષ ઓવરબ્રિજ મધ્યભાગ થઈ બાટા શો રૂમ ચાર રસ્તા થઈ ડિલાઈટ ચાર રસ્તા થઈ નહેરૂબ્રિજ ચાર રસ્તા થઈ ટાઉનહોલ ચાર રસ્તા થઈ પાલડી ચાર રસ્તા થઈ મહાલક્ષ્મી પાંચ રસ્તા થઈ અંજલી ઓવરબ્રિજ મધ્યભાગ થઈ અવર જવર કરી શકાશે.

રિવરફ્રન્ટનો પશ્ચિમ માર્ગ બંધ: સવારે 8થી રાતના 9 સુધી ડફનાળા ચાર રસ્તાથી રિવરફ્રન્ટ રોડથી પૂર્વનો આંબેડકર બ્રિજ નીચે સુધીનો રિવરફ્રન્ટ રોડ વાહનોની અવર જવર માટે બંધ રહેશે.

વૈકલ્પિક માર્ગ: ડફનાળા ચાર રસ્તા થઈ શાહીબાગ અંડરબ્રિજ થઈ નમસ્તે સર્કલ થઈ દિલ્લી દરવાજા થઈ મીરઝાપુર રોડ થઈ વીજળી ઘર તેમજ લાલ દરવાજા રોડનો વાહનોની અવર જવર માટે ઉપયોગ કરી શકાશે.

4 વેન્યૂ પર Defense expo 2022

Defense expoમાં પ્રથમ વખત 4 વેન્યૂ ફોર્મેટમાં યોજવાનું છે, જેમાં – હેલિપેડ પ્રદર્શન કેન્દ્ર (HEC) ખાતે પ્રદર્શન, મહાત્મા મંદિર કન્વેન્શન અને પ્રદર્શન કેન્દ્ર (MMCEC) ખાતે સત્તાવાર કાર્યક્રમો અને સેમિનારો, અમદાવાદમાં સાબરમતી રીવરફ્રન્ટ ખાતે કાર્યક્રમના પાંચેય દિવસ દરમિયાન ઉપકરણો અને સશસ્ત્ર દળો, DPSU અને ઉદ્યોગોનું કૌશલ્ય બતાવતા લાઇવ ડેમોસ્ટ્રેશન અને પોરબંદરમાં ભારતીય નૌસેના અને ભારતીય તટરક્ષક દળના જહાજની મુલાકાત યોજાશે. આ ઉપરાંત, ગાંધીનગર અને અમદાવાદમાં ડ્રોન શો પણ આ કાર્યક્રમની વિશેષતા રહેશે. ગાંધીનગરમાં યોજાઇ રહેલો 1600 ડ્રોન સાથેનો ડ્રોન શો દેશમાં અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન શો રહેશે.

Previous Post Next Post