Saturday, October 15, 2022
Home »
Breaking News
,
Gujarati
,
India News
,
Latest news
,
Today news
,
trending
» વૈજ્ઞાનિકો પણ આ અજીબો ગરીબ રહસ્યોને ઉકેલવામાં રહ્યા છે નિષ્ફળ , શું તમે જાણો છો?
ઑક્ટો 15, 2022 | 11:11 PM
TV9 ગુજરાતી | સંપાદન: અશ્વિન પટેલ
ઑક્ટો 15, 2022 | 11:11 PM
આ દુનિયામાં વિવિધ રહસ્યો છુપાયેલા છે. તમે આમાંથી કેટલાક વિશે સાંભળ્યું જ હશે અને કેટલાક વિશે કદાચ તમે જાણતા ન હોવ. આ રહસ્યો એવા છે કે જેને ઉકેલવા માટે વૈજ્ઞાનિકોએ રાત-દિવસ એક કરી દીધા છે, પરંતુ આજ સુધી ઉકેલી શક્યા નથી. આજે અમે તમને એવા જ કેટલાક રહસ્યો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે ખૂબ જ અજીબોગરીબ છે, તેમના વિશે જાણીને તમે દંગ રહી જશો.
ચીનનો રહેવાસી લી ચિંગ-યુએન નામનો વ્યક્તિ 256 વર્ષ જીવ્યો હોવાનું કહેવાય છે. તેમના વિશે એવું પણ કહેવાય છે કે જ્યારે તેઓ 200 વર્ષના હતા ત્યારે પણ તેઓ વિદ્યાર્થીઓને ભણાવવા જતા હતા. આ વ્યક્તિની ઉંમર હજુ પણ વૈજ્ઞાનિકો માટે એક રહસ્ય છે.
કેન્યામાં એક ટાપુ છે, જે ‘નો રિટર્ન’ આઇલેન્ડ તરીકે ઓળખાય છે. કહેવાય છે કે અહીં રહેતા લોકો રાતોરાત ગાયબ થઈ ગયા હતા, જેનો આજદિન સુધી કોઈ પત્તો લાગ્યો નથી.
રશિયાના ચેમ્પ આઇલેન્ડમાં એક વિશાળકાય પથ્થરનો બોલ છે, જે રહસ્યોથી ભરેલો છે. આ પથ્થર શા માટે બનાવવામાં આવ્યો હતો, કોણે બનાવ્યો હતો અને આ ટાપુ પર આ પથ્થર ક્યાંથી આવ્યો તેની કોઈને ખબર નથી.
એવો દાવો કરવામાં આવે છે કે સ્કોટલેન્ડના એક તળાવમાં એક રહસ્યમય પ્રાણી રહે છે, જે ‘લોચ નેસ મોન્સ્ટર’ તરીકે ઓળખાય છે. ઘણા લોકોએ આ જીવને જોયો હોવાનો દાવો કર્યો છે, પરંતુ આજ સુધી તેનું સત્ય દુનિયા માટે એક રહસ્ય છે.