Friday, October 14, 2022
Home »
Breaking News
,
Gujarati
,
India News
,
Latest news
,
Today news
,
trending
» શિયાળામાં કોરોનાની ફરી થઈ શકે છે વાપસી, આ લક્ષણો પર રાખો ધ્યાન
ઑક્ટો 14, 2022 | 10:58 PM
TV9 ગુજરાતી | સંપાદિત: અભિજ્ઞા મૈસુરિયા
ઑક્ટો 14, 2022 | 10:58 PM
શિયાળામાં કોરોના મહામારી ફરી રી-એન્ટ્રી મારી શકે છે. એક્સપર્ટ અનુસાર, શિયાળાની ઋતુમાં જોવા મળતા આ લક્ષણોને નજરઅંદાજ ન કરવુ જોઈએ. સાવધાની રાખવાથી કોરોનાથી બચી શકાશે.
ગળામાં ખરાશ – જો તમારા ગળામાં ખરાશ હોય તો તેની તરત સારવાર કરાવો. તે કોરોના શરુઆતના લક્ષણ હોય શકે છે.
શરદી- ખાંસી – શિયાળામાં ખાંસી અને શરદી એક સામાન્ય સમસ્યા છે. તે પણ કોરોનાનું એક લક્ષણ હોય શકે છે. તેને દૂર કરાવા ઘરઘથ્થુ ઉપાયો અને દવાનું સેવન જરુરથી કરવુ જોઈએ.
લાલ આંખ – શિયાળામાં આંખમાં બળતરા અને ખજવાળ આવે તો તેની તરત સારવાર કરાવવી જોઈએ. આંખો લાલ થવી પણ કોરોનાનું એક લક્ષણ હોય શકે છે. તેથી તેની યોગ્ય સંભાળ કરવી જોઈએ.
થાક – થાક પણ કોરોનાનું એક લક્ષણ છે. કામને કારણે તણાવ, શરીરમાં પોષક તત્ત્વોની અછતને કારણે થાક લાગે છે. તેથી શરીરમાં પોષક તત્ત્વો મળે તેવા ફળ-શાકભાજીનું સેવન કરવુ જોઈએ.