પાકિસ્તાન માટે પર્થમાં ખતરો સાબિત થઈ શકે છે આ વ્યક્તિ જેણે, મોતને સાત દિવસમા માત કર્યુ હતું

જો પાકિસ્તાને પોતાની બાકી રહેલી આશાઓને જીવંત રાખવી હશે તો આજે નેધરલેન્ડને હરાવવું પડશે. પરંતુ સમસ્યા એ છે કે તેની અને જીતની વચ્ચે એક વ્યક્તિ ઉભો છે જેણે મૃત્યુને હરાવ્યું છે અને પર્થ તેનું ઘર છે.

પાકિસ્તાન માટે પર્થમાં ખતરો સાબિત થઈ શકે છે આ વ્યક્તિ જેણે, મોતને સાત દિવસમા માત કર્યુ હતું

આયર્લેન્ડના ખેલાડીઓ સાથે રેયાન કેમ્પબેલ

જ્યારે T20 વર્લ્ડ કપ 2022 શરૂ થયો ન હતો ત્યારે પાકિસ્તાન ફેવરિટ ટીમોમાં સામેલ હતું. પરંતુ, હવે સ્થિતિ એવી છે કે તેના પર T20 વર્લ્ડ કપમાંથી બહાર થવાની તલવાર લટકી રહી છે. ટૂર્નામેન્ટમાં તેની બે મેચ રમ્યા બાદ જીતનું ખાતું પણ ખુલ્યું નથી. અને એ દૃષ્ટિએ નેધરલેન્ડ સામેની આજની મેચ પાકિસ્તાન માટે ખુબ જ મહત્વની છે. જો પાકિસ્તાને પોતાની બાકી રહેલી આશાઓને જીવંત રાખવી હશે તો આજે નેધરલેન્ડને હરાવવું જ પડશે. પરંતુ સમસ્યા એ છે કે પાકિસ્તાનની ટૂર્નામેન્ટમાં ટકી રહેવાની આશા અને જીતની વચ્ચે એક એવી વ્યક્તિ ઉભી છે જેણે મૃત્યુને હરાવ્યું છે અને પર્થ તેનું ઘર છે. આપણે વાત કરી રહ્યા છીએ રેયાન કેમ્પબેલની.

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વિકેટ કીપર બેટ્સમેન રેયાન કેમ્પબેલ વર્તમાન નેધરલેન્ડ ટીમના સલાહકાર કોચ છે. ESPNCricinfoને આપેલા એક ઈન્ટરવ્યુમાં તેણે જણાવ્યું કે તેણે ફ્લાઈટમાં ફિલ્મ જોઈને સિડનીથી પર્થ સુધીનો પ્રવાસ કર્યો હતો. અને હવે તે એપ્રિલ પછી પ્રથમ વખત પર્થમાં તેના ઘરે પહોંચ્યો છે, તે સારું અનુભવી રહ્યો છે. તેણે જણાવ્યું કે કેવી રીતે કોરોના સમયગાળા દરમિયાન ઓસ્ટ્રેલિયાની સરહદ સીલ કરવાને કારણે તેણે પર્થમાં પોતાના ઘરે 2 વર્ષ પસાર કરવા પડ્યા.

4 માસ પહેલા મોતને માત આપી હતી

ઘરે કોરોનાનો સમયગાળો વિતાવ્યા બાદ આ વર્ષે એપ્રિલમાં પર્થ છોડ્યાના એક દિવસ બાદ રેયાન કેમ્પબેલને હાર્ટ એટેક આવ્યો હતો. લંડનમાં તે તેના બે બાળકો સાથે મેદાનમાં રમી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. હાલત એટલી નાજુક થઈ ગઈ હતી કે તે 7 દિવસ સુધી કોમામાં પણ ગયો હતો. ડોકટરોના જણાવ્યા અનુસાર, તેના બચવાની આશા માત્ર 7% હતી. પરંતુ, 7 દિવસ પછી, આખરે તે હોશમાં આવ્યો અને તેનો જીવ બચી ગયો.

રેયાન કેમ્પબેલે જણાવ્યું કે તે દરમિયાન પર્થમાં તેના ઘરે શોકનો માહોલ હતો. બધાને આશ્ચર્ય થયું કે પર્થ છોડ્યાના એક દિવસ પછી મારી સાથે શું થયું? પરંતુ, તે ઘટના પછી, જ્યારે હું ફરીથી મારા ઘરે પહોંચ્યો છું, ત્યારે મને સારું લાગે છે. આ એક સ્વપ્ન સાકાર થવા જેવું છે. તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાના કેમ્પબેલ પોતાની પત્ની અને બાળકો સાથે યુરોપમાં સેટલ છે.

મોતને હરાવનાર હવે પાકિસ્તાનને ડરાવે છે !

રેયાન કેમ્પબેલ એપ્રિલ 2017માં નેધરલેન્ડના મુખ્ય કોચ બન્યા હતા. પરંતુ, હાર્ટ એટેકની ઘટના બાદ તેમણે પોતાનું પદ છોડી દીધું હતું. રેયાન કૂક ટી20 વર્લ્ડ કપ 2022માં નેધરલેન્ડનો મુખ્ય કોચ છે. પરંતુ કેમ્પબેલ ટીમના કોચિંગ સ્ટાફ સાથે સલાહકાર તરીકે જોડાયેલા છે. એટલે કે નેધરલેન્ડ પાસે એક એવી વ્યક્તિ છે જે પર્થની પિચ અને સ્થિતિને સારી રીતે જાણે છે. સાથે જ તેઓ એ પણ સારી રીતે જાણે છે કે આ સમયે પાકિસ્તાનની હાલત કેટલી પાતળી છે. તેનો આત્મવિશ્વાસ કેટલો ઓછો છે? આવી સ્થિતિમાં તેમના દ્વારા આપવામાં આવેલી ટિપ્સ પર્થમાં નેધરલેન્ડનું કામ સરળ બનાવી શકે છે.

રેયાન કેમ્પબેલે નેધરલેન્ડને પર્થ કેવી રીતે જીતવું તે જણાવ્યું હશે. આ સાથે તેણે ત્યાંના ક્રિકેટ ચાહકોને પાકિસ્તાન સામેની મેચમાં નારંગી જર્સી સાથે ડચ ટીમને સપોર્ટ કરવાની પણ અપીલ કરી છે.