السبت، 8 أكتوبر 2022

સાળંગપુર ધામમા કષ્ટભંજન દેવ હનુમાનજીને દિવ્ય વાઘાનો શણગાર કરાયો

[og_img]

  • હનુમાન દાદાના સિંહાસનને રંગબેરંગી ફૂલોથી શણગારમાં આવ્યું
  • શનિવારે ભવ્ય મંગળા આરતી અને શણગાર આરતી કરવામાં આવી
  • ભક્તોએ ઓનલાઈન અને પ્રત્યક્ષ દર્શન કરી ધન્યતા અનુભવી

સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શનિવાર તા. 8 ના રોજ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી અથાણાવાળાની પ્રેરણાથી અને કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય વાઘા તેમજ દાદાના સિંહાસનને રંગબેરંગી ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો.

મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા અને શણગાર આરતી વિવેકસાગરદાસ સ્વામી દ્વારા કરવામાં આવી હતી. ભક્તોએ ઓનલાઈન તથા પ્રત્યક્ષ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.