Ajab Gajab News : સમગ્ર બ્રહ્માંડ એ ભગવાનની અદ્દભુત સર્જનશકિતનું ઉદાહરણ છે. આપણે તે સર્જનને સંપૂર્ણ રીતે આટલા વર્ષોમાં જોઈ નથી શક્યા. સમયે સમયે દુનિયામાં એવા રહસ્યમય પ્રાણીઓ, વસ્તુઓ અને જગ્યાઓ મળે છે, જેને જોઈને કહેવાનું મન થાય કે અદ્દભુત, અશ્વિસનીય અને અકલ્પનીય.
પોર્ટુગલમાં હાલમાં એવી વિચિત્ર માછલી મળી છે જેણે માછલીઓના વજનને સંબંધિત તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આ માછલી દુનિયાના સૌથી ભારે હાડકા ધરાવતી માછલી છે.
પોર્ટુગલના અજોરેસના કિનારે સનફિશ માછલી મળી આવી છે, જેનું વજન લગભગ 2744 કિલોગ્રામ છે. પણ આ માછલી જીવીત નથી, મૃત અવસ્થામાં છે.
આ માછલીની લંબાઈ 325 સેન્ટીમીટરની છે. આ માછલી ગયા વર્ષે ડિસેમ્બરમાં મળી હતી. હમણા સુધી વૈજ્ઞાનિકો તેના પર અભ્યાસ કરી રહ્યા હતા. તે અભ્યાસ દરમિયાન આ ખુલાસો હાલમાં થયો છે.
અજોરેસના કિનારા પર આ મૃત માછલીને દરિયાના પાણીમાંથી બહાર નીકાળવા માટે ક્રેનની મદદ લેવી પડી હતી.
આ પહેલા સૌથી ભારે હાડકાવાળી માછલીનો રેકોર્ડ વર્ષ 1996માં મળેલી 2300 કિલોગ્રામ વજનની સનફિશ માછલીના નામે હતો.