Monday, October 31, 2022

ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, હાર્દિક પંડ્યા કેપ્ટન

[og_img]

  • BCCIએ ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત
  • T20માં હાર્દિક પંડ્યા, ODIમાં શિખર ધવન ટીમનો કેપ્ટન
  • ટીમ ઈન્ડિયાના સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો

BCCI દ્વારા ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. T20 સીરીઝ માટે હાર્દિક પંડ્યા અને વનડે ટીમ માટે શિખર ધવનને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ સાથે બોર્ડે બાંગ્લાદેશ પ્રવાસ માટે ટીમની પણ જાહેરાત કરી છે.

T20 ટીમની કમાન હાર્દિક પંડ્યાના હાથમાં

T20 વર્લ્ડકપ 2022 બાદ ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડનો પ્રવાસ કરવાનો છે. આ પ્રવાસ માટેની ટીમની જાહેરાત સોમવારે (31 ઓક્ટોબર) BCCI દ્વારા કરવામાં આવી છે. ભારતે ન્યુઝીલેન્ડ સામે ત્રણ T20 અને ત્રણ ODI મેચ રમવાની છે. આ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાના સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે, જ્યારે T20 ટીમની કમાન હાર્દિક પંડ્યાના હાથમાં આપવામાં આવી છે. વનડે ટીમની કપ્તાની શિખર ધવનના હાથમાં રહેશે.

સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો

વિરાટ કોહલી, રોહિત શર્મા, કેએલ રાહુલ, દિનેશ કાર્તિક, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી જેવા મોટા ખેલાડીઓ ન્યુઝીલેન્ડ પ્રવાસ માટે ટીમનો ભાગ નથી. એટલે કે આ તમામ ખેલાડીઓ T20 વર્લ્ડકપ 2022 બાદ પોતાના ઘરે પરત ફરશે. ભારતીય ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયામાં છે અને T20 વર્લ્ડકપ રમી રહી છે, ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયાની નજીક છે. તેથી, બાકીની ટીમ ન્યૂઝીલેન્ડ પ્રવાસ પછી જ સ્વદેશ પરત ફરશે. નવેમ્બર બાદ ભારતે ડિસેમ્બરમાં બાંગ્લાદેશનો પ્રવાસ કરવાનો છે.

T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાઃ

હાર્દિક પંડ્યા (કેપ્ટન), રિષભ પંત (વાઈસ-કેપ્ટન, વિકેટકીપર), શુભમન ગિલ, ઈશાન કિશન, દીપક હુડ્ડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, સંજુ સેમસન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કે. યાદવ, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, ભુવનેશ્વર કુમાર, ઉમરાન મલિક

ODI સિરીઝ માટે ટીમ ઈન્ડિયાઃ

શિખર ધવન (કેપ્ટન), રિષભ પંત (વાઈસ-કેપ્ટન, વિકેટકીપર), શુભમન ગિલ, દીપક હુડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, સંજુ સેમસન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, શાહબાઝ અહેમદ, યુઝ્વેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, દીપક ચહર, કુલદીપ સેન, ઉમરાન મલિક

ભારત-ન્યુઝીલેન્ડ સિરીઝ:

T20 સિરીઝ

18 નવેમ્બર, શુક્રવાર: પહેલી T20, વેલિંગ્ટન

20 નવેમ્બર, રવિવાર: બીજી T20, માઉન્ટ મૌંગાનુઈ

22 નવેમ્બર, મંગળવાર: ત્રીજી T20, ઓકલેન્ડ

ODI સિરીઝ

25 નવેમ્બર, શુક્રવાર: પહેલી ODI, ઓકલેન્ડ

27 નવેમ્બર, રવિવાર: બીજી ODI, હેમિલ્ટન

30 નવેમ્બર, બુધવાર: ત્રીજી ODI, ક્રાઈસ્ટચર્ચ

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.