Friday, October 28, 2022

શાર્કના મોંમાં જતા જતા બચી છોકરી , સોશિયલ મીડિયા પર ડરામણો વીડિયો થયો વાયરલ

Viral Video : હાલમાં શાર્કનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. શાર્કનો આવો વીડિયો તમે પહેલા ભાગ્યે જ જોયો હશે. શાર્કનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

શાર્કના મોંમાં જતા જતા બચી છોકરી , સોશિયલ મીડિયા પર ડરામણો વીડિયો થયો વાયરલ

ચોંકાવનારો વાયરલ વીડિયો

છબી ક્રેડિટ સ્ત્રોત: Twitter

જેમ જંગલમાં સિંહ, વાઘ અને ચિંતા જેવા પ્રાણીઓને ખતરનાક શિકારી માનવામાં આવે છે, તેમ દરિયામાં શાર્કને ખતરનાક દરિયાઈ પ્રાણી  માનવામાં આવે છે. પાણીમાં તેનો મુકાબલો કોઈ નથી કરી શકતો. શાર્કની ઝડપ અને શક્તિ સામે કોઈ વધારે સમય ટકી નથી શકતુ. માણસો તો તેની સામે નાના રમકડા જેવા લાગે છે. હાલમાં શાર્કનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. શાર્કનો આવો વીડિયો તમે પહેલા ભાગ્યે જ જોયો હશે. શાર્કનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે દરિયાનો નજારો જોઈ શકો છો. એક મહિલા Scuba Diver દરિયામાં ડાઈવિંગ કરવાની તૈયારી કરી રહી છે. જેવી તે દરિયામાં જવા કૂદવા જાય છે ત્યા જ દરિયાના પાણીમાં હલચલ થવા લાગે છે. આ હલચલ જોઈ મહિલા Scuba Diver મુંઝવણમાં મુકાય છે અને ત્યાં જ અટકી જાય છે. તે પોતાના પગ પાછા બોટ પર લઈ લે છે. ત્યાં જ અચાનક દરિયાના પાણીમાંથી મોંઢુ ખોલીને એક ખતરનાક શાર્ક બહાર આવે છે. આ ભયાનક અને ડરામણો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

આ વાયરલ વીડિયો ટ્વિટર પર @YoufeckingIdiot નામના હેન્ડલ પરથી શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયોને 2 લાખ કરતા વધારે લોકોએ જોયો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, બચી ગઈ બિચારી છોકરી. બીજા એક યુઝરે લખ્યુ છે કે, શાર્કના ડિનરની વ્યવસ્થા લગભગ થઈ ગઈ હતી. અન્ય એક યુઝરે લખ્યુ છે કે, છોકરીના નસીબ સારા હતા.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.