જેકલીન સાથેનો સંબંધ બિઝનેસ અને લોકસભા ચૂંટણી, મહાઠગ સુકેશ ચંદ્રશેખરના પત્રમાં અનેક મોટા ખુલાસા

પત્રમાં સુકેશ (sukesh) પોતે લખ્યું છે કે, ઘણા લોકો તેમને તેમના કેસ વિશે પ્રશ્નો પૂછે છે. તેથી જ તેણે નક્કી કર્યું કે આ પત્ર દ્વારા, તે પોતાના વિશે, તેના કેસ અને ખાસ કરીને જેક્લીન ફર્નાન્ડીઝ પ્રત્યેના તેના પ્રેમ વિશેની દરેક બાબતને પોઈન્ટ ટુ પોઇન્ટ જણાવશે.

જેકલીન સાથેનો સંબંધ બિઝનેસ અને લોકસભા ચૂંટણી, મહાઠગ સુકેશ ચંદ્રશેખરના પત્રમાં અનેક મોટા ખુલાસા

જેકલીન સાથેનો સંબંધ બિઝનેસ અને લોકસભા ચૂંટણી

છબી ક્રેડિટ સ્ત્રોત:

તિહાડની મંડોલી જેલમાં બંઘ દેશનો સૌથી મોટો ઠગ સુકેશ ચંદ્રખેર ચર્ચામાં જ રહે છે ફરી એક વખત તેણે સૌને ચોંકાવી દીધા છે. 200 કરોડથી વધુ ઠગ આરોપી સુકેશે જેલમાં બેસી ત્રણ પન્નાનો એક પત્ર લખ્યો છે. ત્યારબાદ આ પત્ર તેના વકીલ અનંત મલિકને મોકલ્યો છે સાથે સંદેશ પણ મોકલ્યો છે કે, આ પત્રને મીડિયા અને સોશિયલ મીડિયા સાથે જોડાયેલા લોકોને મોકલવામાં આવે. આ પત્રમાં સુકેશે પોતાના મનની વાત જણાવી છે.પત્ર જોઈને એવો અંદાજો લગાવવામાં આવે છે કે, સુકેશે આ પત્ર એક આશ્વાસનથી લખ્યો છે.

સુકેશ પત્રમાં લખે છે કે, કેટલાક લોકો તેના કેસ વિશે તેને સવાલ પુછતા હોય છે એટલા માટે તેણે નક્કી કર્યું કે, તે આ પત્ર દ્વારા પોતાના કેસ અને ખાસ કરીને જેકલિન ફર્નાન્ડિઝની સાથેના પ્રેમ વિશે પોઈન્ટ ટુ પોઈન્ટ તમામ વાતો જણાવે છે પરંતુ આ પત્ર વાંચ્યા પછી એવું લાગે છે કે, આ પત્ર તેણે માત્રને માત્ર જેકેલિનને આ કેસમાંથી બચાવવા માટે લખ્યો છે. પત્રની શરુઆત મીડિયાના સાથીઓથી શરુ થાય છે.

સુકેશે પત્રની શરૂઆત આ રીતે કરી

ડિયર મીડિયા ફ્રેન્ડ છેલ્લા કેટલાક સમયથી મીડિયાના અમારા કેટલાક મિત્રો તેના કેસ વિશે જાણવા માંગે છે અમને સતત સવાલો કરી રહ્યા છે. અમારો કેસ ક્યાં સુધી પહોંચ્યો શું થઈ રહ્યું છે. આ તમામનો મતલબ છે કે, જ્યારે પણ મને કોર્ટમાં રજુ કરવામાં આવે છે મને કઈ કઈ વાતો પુછવામાં આવે છે. આ માટે મે એક પત્ર લખવાનો નિર્ણય લીધો છે. જેનાથી હું તમામ વાત તમને કહી શકું.સુકેશના ત્રણ પાનાના આ પત્રમાં કુલ 5 પોઈન્ટ રાખ્યા છે.

પોઈન્ટ 1

પ્રથમ પોઈન્ટમાં તે તેમના પર લાગેલા આરોપને સ્પષ્ટ કરે છે.અહિ સુકેશ એ લોકો પણ આંગળી ચીંધે છે જે પીડિત છે એટલે કે ઠગનો શિકાર બન્યા છે. સુકેશની દલીલ છે કે, આટલા ભણેલા ગણેલા અને ઉંચી પોસ્ટ વાળા લોકોને કોઈ આટલી સરળતાથી કઈ રીતે પોતાનો શિકાર બનાવી શકે, એ મીડિયાને પીડિત લોકોની સાચી સ્ટોરી સામે લાવવાનું કહે છે.

પોઈન્ટ 2

મારા વિરુદ્ધ જેટલા પણ આરોપ લગાવવામાં આવ્યા છે તે માત્ર આરોપ જ નથી મેં પહેલા પણ કહ્યું હતુ કે, આ તમામ બદલાની ભાવનાથી કરવામાં આવ્યો છે અને આ હું ટુંક સમયમાંજ સાબિત કરી દઈશ. દરેક લોકો મને ઠગ કહીને મજા લઈ રહ્યા છે પરંતુ સત્ય એ પણ છે કે, મારા વિરુદ્ધ લાગેલા એક પણ આરોપ હજુ સુધી સાબિત થઈ શક્યા નથી. આજ સુધી કોઈ પણ લોકો મારી વિરુદ્ધ લાગેલા આરોપ ન તો સાબિત કરી શક્યા છે અને ન તો મને સજા અપાવી શક્યા છે.જે લોકોને મારા શિકાર કહેવામાં આવી રહ્યા છે તેમાંથી કોઈની પાસે મારી વિરુદ્ધ કોઈ પુરાવા નથી.

આવી સ્થિતિમાં, મને છેતરપિંડી અથવા ઠગ કહેવાનો અર્થ એ છે કે જે લોકો મને ઠગ કહીને મને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તે તમામ સામે મારે માનહાનિનો કેસ દાખલ કરવો જોઈએ. મારી પાસે કાયદાનો આશરો લેવા માટે પૂરતા રસ્તાઓ અને કારણો છે. પોઈન્ટ 2માં સુકેશ એક બાજુ પોતાના વખાણ કરી રહ્યો છે તો બીજી બાજી ધમકી પણ આપી રહ્યો છે.

પોઈન્ટ 3

તે ખૂબ જ અફસોસ અને કમનસીબીની વાત છે કે જેકલીન ફર્નાન્ડિસને પીએમએલએ કેસમાં આરોપી બનાવવામાં આવી રહી છે. હું તે સંપૂર્ણપણે સ્પષ્ટ કરવા માંગુ છું કે હું અને જેકલીન ફર્નાન્ડિસ રિલેશનશિપમાં છીએ. તેના પરિવારના સભ્યોને ભેટ આપવામાં આવી છે. શું આમાં તેનો વાંક છે? તેણે ક્યારેય મારી પાસેથી પ્રેમ સિવાય કશું માંગ્યું નથી. મેં તેને અને તેના પરિવારને મારી મહેનતના લોહી અને પરસેવાની કમાણીમાંથી દરેક પૈસા આપ્યા છે. હું જલ્દી જ કોર્ટમાં આ સાબિત કરીશ હું ઈચ્છું છું કે આ ગેરકાયદેસર પદ્ધતિઓ બંધ થવી જોઈએ. સુકેશે જાહેરમાં કહ્યું કે, તે અને જેકલિન ફર્નાન્ડિસ રિલેશનશિપમાં છે. આ માટે તેણે જેકલિન અને તેના પરિવારને ગિફટો આપી હતી. એ પણ કહે છે કે, જેકલિનનો કોઈ જ વાંક નથી. તે તેના પ્રેમ સાથે હંમેશા ઉભો રહેશે.

પોઈન્ટ 4

મેં જોયું કે કેટલાક એવા પ્રશ્નો છે જે મારા વ્યવસાય સાથે સંબંધિત છે અને જેનો ચાર્જશીટમાં પણ ઉલ્લેખ છે. તેથી મારે સ્પષ્ટ કરવું પડશે કે ઇન્ડોનેશિયાની કોલસાની ખાણમાં મારો હિસ્સો હતો. આ સિવાય કેટલીક હોટલ અને ન્યૂઝ ચેનલોમાં પણ હું એક ભાગીદાર હતો, જેની સાથે મેં પછીથી વ્યવહાર કર્યો.

પોઈન્ટ 5

અને અંતે હું કહેવા માંગુ છું કે મારી આજુબાજુ જે પણ ચાલી રહ્યું છે તે રાજકીય બદલાનો એક ભાગ છે. તેના બદલે એમ પણ કહી શકાય કે આ કદાચ દેશનું સૌથી મોટું ષડયંત્ર છે અને આનું સૌથી મોટું કારણ પણ છે. તેથી જ તેને આ જાળમાં ખેંચીને મારા પર અને મારા પરિવાર પર તેમજ મારા પ્રેમ અને તેના પરિવાર અને મિત્રો પર દબાણ લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.તેથી મેં આગળ આવીને તેની મદદ કરવાનો પ્રયાસ કર્યો છે, જેથી તે આમાંથી બહાર આવી શકે.

أحدث أقدم