Sunday, October 30, 2022

Botad: કારતક માસના પ્રથમ શનિ-રવિવારે કષ્ટભંજન દેવના મંદિરે મોટી સંખ્યામાં ઊમટ્યા ભાવિકો, જુઓ વીડિયો

ગ્રામ્ય વિસ્તારના લોકોએ લાભ પાંચમ તેમજ નવા વર્ષના પ્રથમ શનિવારે દાદાના દર્શન કરીને  પોતાાના વેપાર ધંધાનો પ્રારંભ કર્યો હતો.  બીજી તરફ પ્રથમ શનિવારે કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભકતોની ભીડ જોવા મળી હતી

TV9 ગુજરાતી

| સંપાદિત: માનસી ઉપાધ્યાય

ઑક્ટો 30, 2022 | 8:31 AM

કારતક માસના પ્રથમ શનિવારે  સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાન મંદિરે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટ્યાં હતા.  બોટાદના સાળંગપુરમાં કારતક માસનો પહેલો શનિવાર હોવાથી દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો , નવા વર્ષે સાળંગપુરના સ્થાનિક લોકો તેમજ   ગ્રામ્ય વિસ્તારના લોકોએ લાભ પાંચમ તેમજ નવા વર્ષના પ્રથમ શનિવારે દાદાના દર્શન કરીને  પોતાાના વેપાર ધંધાનો પ્રારંભ કર્યો હતો.  બીજી તરફ પ્રથમ શનિવારે કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભકતોની ભીડ જોવા મળી હતી,  શનિવાર અને રવિવારની રજા હોવાથી ભાવિક ભક્ભતો મોટી સંખ્યામાં હનુમાનજી દેવના દર્શન કરવા ઊમટી પડ્યા હતા.

સલનાગપુર દર્શન બીડ

સાળંગપુરમાં દર્શન માટે ઊમટી ભાવિકોની ભીડ

કિંગ ઓફ સાળંગુપરનું કામ ચાલી રહ્યું છે પૂરજોશમાં

બોટાદમાં હાલ કિંગ ઓફ સાળંગપુર અંતર્ગત હનુમાનજીની વિશાળકાળ 54 ફુટની બ્રોન્ઝની મૂર્તિ સ્થાપિત કરવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીના ભાગરૂપે અત્યાર સુધીમાં હનુમાનજી દાદાના પગ, છાતીનો ભાગ અને મુખ આવી ગયા છે. જેમાં દાદાની વિશાળ ગદા પણ આવી ગઈ છે, જેનું વિધિવત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. અગાઉ લાખો હરિ ભક્તોના આસ્થાના કેન્દ્ર એવા સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર, બોટાદમાં ‘કિંગ ઓફ સાળંગપુર’ પ્રોજેક્ટ અંતર્ગત હનુમાનજીના મુખ અને છાતીના ભાગનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ, સંતોએ વિધિવત પૂજા-આરતી કરી હતી. મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટ્યા હતા. હાલ સાળંગપુર ધામ ખાતે વિરાટ 54 ફૂટની બ્રોન્ઝની હનુમાનજી દાદાની મૂર્તિની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. અત્યાર સુધીમાં મૂર્તિના પગ, છાતીનો ભાગ અને મુખ આવી ગયા છે. જેને ફીટિંગ કરવાની કામગીરી ચાલી રહી છે. આ સાથે લાઈટ એન્ડ સાઉન્ટ સિસ્ટમ સાથે હનુમાન ચાલીસા તેમજ સાળંગપુર મંદિરનો ઈતિહાસ જાણી શકાય તે મુજબનું આયોજન પ્રશાસન દ્વારા ચાલી રહ્યુ છે.


 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.