CCI Penalty: MakeMyTrip, Goibibo અને OYO ને 392 કરોડનો દંડ ફટકારાયો, જાણો કારણ

MMT-Go એ તેના હોટેલ પાર્ટનર સાથે એવી શરતો પર કરાર કર્યો હોવાનો આરોપ છે કે હોટેલ પાર્ટનર કોઈ પણ સંજોગોમાં MMT-Go પ્લેટફોર્મ પર ઓફર કરવામાં આવતા ભાડાના દર કરતાં ઓછું ચૂકવશે.

CCI Penalty: MakeMyTrip, Goibibo અને OYO ને 392 કરોડનો દંડ ફટકારાયો, જાણો કારણ

OYO અને MMT-Go પર રૂ. 392 કરોડનો દંડ

સ્પર્ધા કમિશન એ ઓનલાઈન ટ્રાવેલ અને હોસ્પિટાલિટી ક્ષેત્રના મોટા નામો સામે બજારમાં તેમની સ્થિતિનો ખોટો ફાયદો ઉઠાવવા અને સ્પર્ધાના નિયમોનો ભંગ કરવા બદલ કડક કાર્યવાહી કરી છે. CCIએ  ​​MakeMyTrip – GoIbibo (MMT-Go) અને Oyo ને રૂપિયા 392 કરોડનો દંડ ફટકાર્યો છે. આ કંપનીઓ પર સ્પર્ધાને ખતમ કરવા માટે તેમના પદનો દુરુપયોગ કરવાનો આરોપ છે. જેના કારણે અન્ય કંપનીઓ અને સર્વિસ પ્રોવાઈડર્સને નુકસાન થયું છે.કંપનીઓ પર દંડ લાદવાની સાથે competition commission એ તેમને હોટલ અને ચેઇન હોટેલ્સ સાથેના કરારની શરતોમાં ફેરફાર કરવાનો નિર્દેશ આપ્યો છે જેથી આ ક્ષેત્રના અન્ય પ્લેટફોર્મને સંપૂર્ણ તકો મળે.

કોને કેટલો દંડ ફટકારાયો

CCIએ તેના 131 પાનાના આદેશમાં કહ્યું કે, MakeMyTrip, Goibiboને રૂ. 223.48 કરોડ અને OYOને રૂ. 168.88 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. આમ કુલ રૂ.392.36 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે.

નિયમોમાં ફેરફાર કરવા માટે કંપનીઓને સૂચના

કંપનીઓ પર દંડ લાદવાની સાથે competition commission એ તેમને હોટલ અને ચેઇન હોટેલ્સ સાથેના કરારની શરતોમાં ફેરફાર કરવાનો નિર્દેશ આપ્યો છે જેથી આ ક્ષેત્રના અન્ય પ્લેટફોર્મને સંપૂર્ણ તકો મળે.  MMT-Go એ તેના હોટેલ પાર્ટનર સાથે એવી શરતો પર કરાર કર્યો હોવાનો આરોપ છે કે હોટેલ પાર્ટનર કોઈ પણ સંજોગોમાં MMT-Go પ્લેટફોર્મ પર ઓફર કરવામાં આવતા ભાડાના દર કરતાં ઓછું ચૂકવશે. જેથી હોટેલ ભાગીદારો, કોઈપણ સંજોગોમાં, એમએમટી-ગો પ્લેટફોર્મ પર ઓફર કરાયેલા દરો કરતાં ઓછા દરે તેમના પોતાના અથવા અન્ય કોઈ પ્લેટફોર્મ દ્વારા તેમના રૂમ ઓફર કરી શકતા નથી.

CCIએ MMT-GOને ભાડાં અને રૂમની ઉપલબ્ધતા સંબંધિત આવી કોઈપણ શરતોમાં જરૂરી ફેરફાર કરવા જણાવ્યું છે જેથી આ હોટેલો અન્ય ઓનલાઈન ટ્રાવેલ એજન્સીઓ સાથે બિઝનેસ કરી શકે. આ સાથે સીસીઆઈએ કરારમાં અન્ય ઘણી વિશિષ્ટ શરતોને પણ દૂર કરવા કહ્યું છે. CCIએ પોતાના નિર્ણયમાં કહ્યું છે કે MMT-Gઓએ તેના પ્લેટફોર્મ પર હોટલ અને ચેઇન હોટલોને યોગ્ય અને પારદર્શક રીતે મૂકવી જોઈએ. આ માટે, તેમણે જરૂરિયાત મુજબ પ્લેટફોર્મ પર લિસ્ટિંગના નિયમો અને શરતોમાં સુધારો કરવો જોઈએ.

શું છે સમગ્ર મામલો

MakeMyTrip એટલે કે MMT એ વર્ષ 2017માં Ibibo ગ્રુપ હોલ્ડિંગ હસ્તગત કર્યું હતું. MMT એ તેના હોટેલ્સ અને ટ્રાવેલ પેકેજ બિઝનેસને MakeMyTrip બ્રાંડ  હેઠળ MMT India દ્વારા અને Goibibo બ્રાંડ Ibibo India દ્વારા ચાલુ રાખ્યું છે. MMT-Go એ 2018 માં તેના ઓનલાઈન પોર્ટલ પરથી OYO ના સ્પર્ધકોને દૂર કર્યા છે. જે બાદ ઓક્ટોબર 2019માં આ કેસમાં તપાસના આદેશ જારી કરવામાં આવ્યા હતા. સીસીઆઈનું કામ બિઝનેસમાં સ્પર્ધા જાળવી રાખવાનું છે. સ્પર્ધા કમિશન વ્યવસાયમાં કંપનીઓ વચ્ચેના કરારો સંબંધિત બાબતોની દેખરેખ રાખે છે જે જાણીજોઈને અન્ય કંપનીઓના વ્યવસાયને અસર કરશે.