Chhota Udepur: અહીં ગરનાળાની સુવિધા સ્થાનિકો માટે બની ગઈ છે માથાનો દુખાવો, જાણો શું છે સમગ્ર ઘટના?

મુખ્યમાર્ગથી ખેરવા ગામ એક કિલોમીટરના અંતરે આવેલુ છે. વરસાદ થતાં જ રેલવે ગરનાળામાં પાણી ભરાય છે અને 1100ની વસ્તી ધરાવતા લોકો માટે રસ્તો બંધ થઈ જાય છે. ખેરવા ગામના લોકોનું કહેવુ છે કે ગરનાળામાં પાણી ભરાતા તે અન્ય ગામો સાથે સંપર્ક કરી શકતા નથી.

Chhota Udepur: અહીં ગરનાળાની સુવિધા સ્થાનિકો માટે બની ગઈ છે માથાનો દુખાવો, જાણો શું છે સમગ્ર ઘટના?

સંખેડાના ખેરવા ગામનું આ ગરનાળું સુવિધા નહીં પણ દુવિધા બન્યુ છે.

છોટાઉદેપુર  (chhotaudepur)  અને વડોદરા વચ્ચેથી પસાર થતી રેલવે લાઈન પર બનાવવામાં આવેલા ગરનાળાને કારણે મુશ્કેલી ઓછી થવાના બદલે વધી છે. ગરનાળામાં પાણી  (Water logging) ભરાવાની સમસ્યાથી સ્થાનિકો ત્રસ્ત થઈ ગયા છે. આ સમસ્યા સંખેડા  (Sankheda) તાલુકાના ખેરવા ગામના લોકો છેલ્લા ત્રણ વર્ષથી ભોગવી રહ્યા છે સ્થાનિકોને હતું કે ગરનાળુ બનશે એટલે તેમને એક ગામથી બીજા ગામે જવામાં સરળતા રહેશે પણ થયું છે તેનાથી સાવ ઉંઘુ. છોટાઉદેપુર અને વડોદરા વચ્ચેથી પસાર થતી રેલવે લાઈન પર બનાવવામાં આવેલા ગરનાળાને કારણે મુશ્કેલી ઓછી થવાના બદલે વધી છે.

છેલ્લા 3 વર્ષથી થાય છે સમસ્યા પણ નથી કોઈ ઉકેલ

આ સમસ્યા સંખેડા તાલુકાના ખેરવા ગામના લોકો છેલ્લા ત્રણ વર્ષથી ભોગવી રહ્યા છે. લોકોને હતું કે ગરનાળુ બનશે એટલે તેમને એક ગામથી બીજા ગામે જવામાં સરળતા રહેશે પણ થયું તેનાથી સાવ ઉંઘુ. આમ તો ગરનાળું બનાવવાથી લોકોને અવરજવર કરવામાં સરળતા રહેતી હોય છે. રેલ્વે ટ્રેક હોવાના કારણે લોકોને લાંબા રસ્તેથી પસાર થવું ના પડે તે માટે ગરનાળુ ઉપયોગી થતું હોય છે પણ ગરનાળાનું કામ એ રીતે થયું છે કે લોકોને વરસાદમાં સમસ્યા જ સર્જાય છે. સામાન્ય લોકોને પણ ખબર પડે કે વરસાદમાં પાણી ભરાશે જ તો પાણીના નિકાલની વ્યવસ્થા કરવી અનિવાર્ય બની જાય છે પરંતુ અહીં એ પ્રકારની વ્યવસ્થા જ કરવામાં આવી નથી. જ્યારથી આ ગરનાળુ બન્યુ ત્યારથી સમસ્યા ઉદભવી છે આવી જ પરિસ્થતિનો સામનો સંખેડા તાલુકાના ખેરવા ગામ લોકો કરી રહ્યા છે જ્યારે પણ વરસાદની શરૂઆત થાય છે ત્યારે ગરનાળામાં પાણી ભરાઈ જતા ગામના લોકો સંપર્ક વિહોણા બને છે.

વેપાર ધંધા ઉપર પડે છે માઠી અસર

મુખ્યમાર્ગથી ખેરવા ગામ એક કિલોમીટરના અંતરે આવેલુ છે. વરસાદ થતાં જ રેલવે ગરનાળામાં પાણી ભરાય છે અને 1100ની વસ્તી ધરાવતા લોકો માટે રસ્તો બંધ થઈ જાય છે. ખેરવા ગામના લોકોનું કહેવુ છે કે ગરનાળામાં પાણી ભરાતા તે અન્ય ગામો સાથે સંપર્ક કરી શકતા નથી.આ સ્થિતિનો સામનો વરસાદે વિરામ લીધા પછી આજે પણ કરી રહ્યા છે. આ ચોમાસામાં પણ અહીયા પાણી ભરાયું હતું ત્યારે તંત્ર દ્વારા કોઇ કામગીરી કરવામાં નહોતા આવી, પરંતુ સ્થાનિકો દ્વારા સ્વખર્ચે ડીઝલ લાવીને પંપ દ્વારા  પાણી  નિકાલની કામગીરી કરવામાં આવી હતી.

આ સમસ્યાને કારણે લોકોના  ધંધા-રોજગાર પર પણ અસર પડી રહી છે સ્કૂલમાં જતા બાળકોને જીવના જોખમે ગરનાળાની બાજુની દીવાલ પરથી પસાર થવું પડે છે અકસ્માત પણ થાય છે અને ગામમાં 108 પણ આવતી નથી અને દર્દીને ઉંચકીને ટ્રેક પસાર કરી મુખ્યમાર્ગ પર 108 સુધી લઈ જવો પડે છે. પાછોતરા વરસાદ થતાં ફરી ચોમાસામાં જે તકલીફ વેઠવી પડે છે તે ફરી સમસ્યા વેઠવાનો વારો આવ્યો છે ત્યારે ગામના લોકો આ કાયમી સમસ્યાના નિકાલ માટેની માંગ કરી રહ્યા છે.

વિથ ઇનપુટ ક્રેડિટ: મકબૂલ મનસુરી છોટા ઉદેપુર ટીવી9

أحدث أقدم