Saturday, October 22, 2022
Home »
Breaking News
,
Gujarati
,
India News
,
Latest news
,
Today news
,
trending
» Chitrangada Singh : ચિત્રાંગદા સિંહની આ સ્ટાઇલ તમને કરશે પાગલ, યુઝર્સે કહ્યું- 'હુશ્ન કી રાની'
ઑક્ટો 22, 2022 | બપોરે 1:33
TV9 ગુજરાતી | સંપાદિત: મીરા કણસાગરા
ઑક્ટો 22, 2022 | 1:33 PM
બોલિવૂડ અભિનેત્રી ચિત્રાંગદા સિંહ (Chitrangada Singh) તેના અભિનયની સાથે-સાથે તેની ગ્લેમરસ સ્ટાઈલ માટે પણ જાણીતી છે. અભિનેત્રીની ફેશન સેન્સ તેના ચાહકોને ખૂબ જ પસંદ આવે છે.
ચિત્રાંગદા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને દરરોજ તેના ફેન્સ સાથે નવી તસવીરો શેર કરતી રહે છે. આ દરમિયાન અભિનેત્રી તહેવારના રંગોમાં રંગાયેલી જોવા મળી.
ચિત્રાંગદાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે. જે ઈન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ તસવીરોમાં અભિનેત્રી રેડ કલરના લહેંગામાં જોવા મળી રહી છે.
વાયરલ થઈ રહેલી આ તસવીરોમાં ચિત્રાંગદા સિંહ ખૂબ જ સુંદર લાગી રહી છે સાથે જ તે દરેક તસવીરમાં અલગ-અલગ પોઝ આપતી જોવા મળે છે.
ચિત્રાંગદા સિંહના ચાહકો ઈચ્છા છતાં પણ આ તસવીરો પરથી નજર હટાવી શકતા નથી. અભિનેત્રીનો લુક જોઈને દરેક લોકો તેના વખાણ કરતા થાકતા નથી.