CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે 1400 ASI-PSI અને 9800 LRDને નિમણૂંક પત્રો

[og_img]

  • પોલીસમાં સીધી ભરતીના ઉમેદવારોને નિમણુક પત્રનો કાર્યક્રમ
  • ગુજરાત પોલીસ અકાદમી કરાઈમાં કાર્યક્રમનું આયોજન કરાયું
  • ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ વિપક્ષ પર શાબ્દિક પ્રહાર કર્યા

ગુજરાત પોલીસ અકાદમિ, કરાઈ ખાતે પોલીસમાં સીધી ભરતીના ઉમેદવારોને નિમણૂંક પત્રો આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીના હસ્તે 1400 ASI-PSI અને 9800 LRDને નિમણૂંક પત્રો આપવામા આવ્યા હતા.

વિરોધીઓએ ભરતી ના થાય તે માટે પ્રયત્નો કર્યા: હર્ષ સંઘવી

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વિપક્ષ પર આક્ષેક કરતાં જણાવ્યું હતું કે, એક વર્ષ પહેલા રવિવારે આ ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું હતું. વિરોધ કરનારા લોકોએ ભરતી ન થાય તે માટે પ્રયત્નો કર્યા હતા. આજે તમારી તાળીઓનો ગડગડાટ તેઓ સાંભળી પણ નહીં શકે. કોરોના કાળમાં પણ ગુજરાત પોલીસ ખડે પગે રહી છે. સામાન્ય લોકોની સેવા કરવાનો આપ સૌને મોકો મળ્યો છે.

ગુજરાતના વિકાસમાં પોલીસનો મહત્ત્વનો ફાળો રહ્યો છે: ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવનિયુક્ત પોલીસને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, લાભ પાંચમના શુભ દિવસે તમારા કરિયરની શરૂઆત થઈ રહી છે. આખા દેશમાં ગુજરાત એ ગ્રોથ એન્જિન તરીકે ઉભરી આવ્યું છે. તેમાં મોટો ફાળો પોલીસનો રહ્યો છે. વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રીના માર્ગદર્શન હેઠળ આજે દરેક ક્ષેત્રમાં આપણે હરણફાળ પ્રગતિ કરી છે. બિઝનેસ ગ્રોથ ભારતમાં વધ્યો છે અને તેમાં પણ ગુજરાત પસંદગીમાં અવ્વલ રહ્યું છે.

أحدث أقدم