[og_img]
- પક્ષ વિરોધી પ્રવૃત્તિને લઈને કરાયા સસ્પેન્ડ
- પક્ષવિરોધી પ્રવૃત્તિઓ નહીં સાંખી લેવાયઃ ભાજપ
- 6 વર્ષ માટે કિશનસિંહ ભાજપમાંથી સસ્પેન્ડ
ભાજપ નેતા કિશનસિંહ સોલંકીને સસ્પેન્ડ કરાયા છે. જેમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિને લઈને 6 વર્ષ માટે કિશનસિંહ ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા છે. તેમજ ફેસબુક પર પંજાબના CM સાથે ફોટો પોસ્ટ કર્યો હતો. તેથી પક્ષવિરોધી પ્રવૃત્તિઓ નહીં સાંખી લેવાય તેમ જણાવી ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા છે.
સોસાયટીના ગાર્ડ સાથે મારામારી કરી
અગાઉ અમદાવાદના વસ્ત્રાપુરમાં ભાજપના નેતાએ ગાડીપાર્ક કરવા મુદ્દે સોસાયટીના ગાર્ડ સાથે મારામારી કરી હતી. અને મારામારીના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. જોકે ભાજપના નેતાની દાદાગીરી મુદ્દે સોસાયટીના ગાર્ડ દ્વારા વસ્ત્રાપુર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. ભાજપના નેતા કિશનસિંહ સોલંકી સામે વસ્ત્રાપુર પોલીસે ગાર્ડને માર મારવાનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.