Cotton Price: 11 હજાર રૂપિયા ક્વિન્ટલ ભાવ મળતા કપાસ પકવતા ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી

ઔરંગાબાદ જિલ્લામાં વિજયાદશમી નિમિત્તે કપાસની (Cotton) ખરીદી શરૂ કરવામાં આવી છે. શરૃઆતમાં જ કપાસના સારા ભાવ જોઈને ખેડૂતોએ ભવિષ્યમાં હજુ વધુ ભાવ મળી શકે તેવી આશા રાખી છે.

Cotton Price: 11 હજાર રૂપિયા ક્વિન્ટલ ભાવ મળતા કપાસ પકવતા ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી

કપાસના ખેડૂતોને વિક્રમી દર મળ્યો છે.

Image Credit source: TV9 Digital

મહારાષ્ટ્રમાં (Maharashtra)સોયાબીનની સાથે કપાસની (Cotton)ખરીદી પણ શરૂ થઈ ગઈ છે. દશેરા નિમિત્તે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો (farmer)મોટી સંખ્યામાં કપાસનું વેચાણ કરવા પહોંચ્યા હતા. હકીકતમાં, દશેરાના અવસર પર ઔરંગાબાદ જિલ્લામાં કપાસની ખરીદી શરૂ થઈ ગઈ છે. જ્યાં ખેડૂતોને કપાસનો વિક્રમી દર મળ્યો છે. જિલ્લાના સિલોડ તાલુકાના બાંકીન્હોલા વિસ્તારમાં આવેલી કોટન માર્કેટમાં દશેરા નિમિત્તે ખેડૂતોને રૂ.11 હજાર પ્રતિ ક્વિન્ટલ સુધીના ભાવ મળ્યા હતા. કપાસના આ ભાવ મળતા ખેડૂતોના ચહેરા પર ખુશી ફરી વળી છે. ખેતીના સમાચાર અહીં વાંચો.

વાસ્તવમાં, વિજયાદશમીના અવસર પર વેપારીઓએ રૂ. 11,000 પ્રતિ ક્વિન્ટલના ભાવે કપાસની ખરીદી કરી છે, જેનાથી ખેડૂતોએ સંતોષ વ્યક્ત કર્યો છે. ખેડૂતોનું કહેવું છે કે જો આ ભાવ આગળ પણ ચાલુ રહેશે તો અમને નફો મળશે. ગયા વર્ષે સિઝનના અંતે ખેડૂતોને રૂ.13,000 પ્રતિ ક્વિન્ટલ કપાસ મળ્યો હતો. ખેડૂતોએ જણાવ્યું હતું કે આ વર્ષે ભાવ સારો શરૂ થયો છે અને ભવિષ્યમાં પણ આ જ ભાવ મળવાની આશા છે.

નવા પાકની ખરીદી અને વેચાણ દશેરાથી શરૂ થાય છે

સિલોડ તાલુકાની જેમ જ દશેરાના શુભ અવસરે પેઠણ તાલુકાના ટાકલી આંબડ ખાતે તેમજ અનેક વિસ્તારોમાં વિવિધ સ્થળોએ કપાસની ખરીદીનો પ્રારંભ થયો છે. વાસ્તવમાં દશેરા નિમિત્તે ટાકલી અંબાડમાં સવારે કાંટા તોલવાની વિધિ કરીને શ્રીફળની પૂજા કરવામાં આવે છે. આ પછી જ નવા પાકની ખરીદી અને વેચાણ શરૂ થાય છે.

8 હજાર રૂપિયા ક્વિન્ટલનો ભાવ રહે છે

સામાન્ય રીતે કપાસનો ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ. 7,700 થી રૂ. 8,000 વચ્ચે હોય છે. તે જ સમયે, સુજલ એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રીઝમાંથી પ્રથમ દિવસે 10 ક્વિન્ટલ કપાસની ખરીદી કરવામાં આવી છે. ગત વર્ષે છેલ્લા તબક્કામાં આ જ જિલ્લામાં કપાસનો ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ.10,000 હતો.

કપાસના ઉત્પાદનમાં ઘટાડો થવાની ધારણા છે

ઔરંગાબાદ જિલ્લામાં ખેડૂતો દ્વારા કપાસની ખેતી મોટા પાયે કરવામાં આવે છે. પરંતુ, આ વર્ષે વરસાદે શરૂઆતથી જ તબાહી મચાવી છે. ઘણા જિલ્લાઓમાં ખેતરોમાં પાણી ભરાવાને કારણે પાકનો વિકાસ અટકી ગયો છે. ક્યાંકને ક્યાંક પાક પીળા પડી ગયાનું ચિત્ર પણ જોવા મળી રહ્યું છે. આવી સ્થિતિમાં આ વર્ષે કપાસની આવક ઓછી રહેવાની ધારણા છે. જો આવકો ઓછી હોય તો ચોક્કસપણે કપાસના ભાવ સારા મળી શકે છે. પરંતુ જો એ જ ભાવ સારા મળે તો પણ અંતે ઉત્પાદનમાં ઘટાડાનો માર ખેડૂતોને ભોગવવો પડે છે.