Monday, October 10, 2022

Delhi News: દિવ્હી NCRમાં સતત વરસાદ વચ્ચે લાહોરી ગેટ વિસ્તારમાં મકાન ધરાશાય, 10 લોકો ઘાયલ 1નું મોત

દિલ્હી-NCRમાં શનિવારથી સતત વરસાદ પડી રહ્યો છે. એવી આશંકા છે કે વરસાદના કારણે આ ઈમારત નબળી પડી ગઈ અને જમીનદોસ્ત થઈ ગઈ.

Delhi News: દિવ્હી NCRમાં સતત વરસાદ વચ્ચે લાહોરી ગેટ વિસ્તારમાં મકાન ધરાશાય, 10 લોકો ઘાયલ 1નું મોત

House collapses in Lahori Gate area amid continuous rain in Divi NCR, 10 people injured, 1 dead

દિલ્હી(Delhi)માં અવિરત વરસાદ વચ્ચે રવિવારે સાંજે લાહોરી ગેટ પાસે એક ઈમારત ધરાશાયી (Building Collpase) થઈ હતી. કાટમાળ નીચે અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે. કાટમાળ(Debrish)માંથી અત્યાર સુધીમાં 10 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. તમામ ઘાયલોને એલએનજેપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાં એક બાળકીનું મોત થયું છે. રાહત અને બચાવ ટીમ (Relief and Rescue Team) ઘટનાસ્થળે હાજર છે. ફાયર વિભાગ, પોલીસની સાથે NDRFની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે હજુ પણ કેટલાક લોકો કાટમાળ નીચે દટાયેલા છે.

બિલ્ડિંગ ધરાશાયી થવાના સમાચાર તરત જ ફાયર બ્રિગેડને આપવામાં આવ્યા હતા, ત્યારબાદ 5 ટેન્ડર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બચાવ કાર્ય સતત ચાલુ છે. કાટમાળમાંથી અત્યાર સુધીમાં 10 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. હાલ તમામ હોસ્પિટલમાં દાખલ છે. ત્યાં દટાયેલા અન્ય લોકોની શોધ ચાલુ છે. ફાયર બ્રિગેડના અધિકારીઓએ 3 થી 4 લોકો ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરી હતી.

મકાન ધરાશાયી થવાથી ચારેબાજુ અરાજકતાનો માહોલ છે.આ ઘટના ફરાસ ખાના વિસ્તારની જણાવવામાં આવી રહી છે. પોલીસ અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે.આ ઈમારતમાં હજુ કેટલા લોકો ફસાયેલા છે, આ માહિતી સામે આવી નથી. આપને જણાવી દઈએ કે દિલ્હી-એનસીઆરમાં શનિવારથી સતત વરસાદ થઈ રહ્યો છે.જેના કારણે જમીન પોચી પડી જવાને લઈ ઈમારત ધસી પડી હોવાનું માનવામાં આવી રહ્યુ છે, આ ઘટનાની તપાસ કરવામાં આવશે.

વરસાદને કારણે દિલ્હી-NCRની હાલત ખરાબ છે.જ્યારે દિલ્હીમાં ઘર જમીનદોસ્ત થઈ ગયું છે, તો ગુરુગ્રામમાં પણ એક મોટી દુર્ઘટના થઈ છે.તળાવમાં નહાવા ગયેલા 6 બાળકોના ડૂબી જવાથી મોત થયા છે. ખરેખર, વરસાદને કારણે નદીઓ અને તળાવો પણ પૂરજોશમાં છે. દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ બે દિવસથી અટકવાનું નામ નથી લઈ રહ્યો. એવી આશંકા છે કે વરસાદના કારણે લાહોરી ગેટ પર બનેલું મકાન નબળું પડતાં પડી ગયું. આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા છે. કેટલાક લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.