બીજી તરફ કાર ચાલક કિશન સાવલિયાનુ કહેવુ છે કે સમગ્ર ઘટના અકસ્માતે (Accident) બની છે. બાળક મને દેખાણો જ નહીં.મારાથી અજાણતા ભૂલ થઈ ગઈ.
દશેરાના ( Dussehra) દિવસે નાયબ મામલતદાર મેહુલભાઈ હીરાણીના (Mehulbhai hirani) ત્રણ વર્ષીય પુત્રનું અકસ્માતમાં મોત નિપજતા પરિવાર પર આભ ફાટી પડ્યુ હતુ. મવડી વિસ્તારની આલાપધામ સોસાયટીનો બનાવ છે.જ્યાં નાયબ મામલતદારનો પુત્ર રમતા- રમતા પાર્કિંગમાં આવતા કાર નીચે કચડાયો હતો. હાલ તાલુકા પોલીસે સીસીટીવી ફૂટેજ (CCTV Footage) આધારે તપાસ હાથ ધરી છે.તો બીજી તરફ કાર ચાલક કિશન સાવલિયાનુ કહેવુ છે કે સમગ્ર ઘટના અકસ્માતે (Accident) બની છે. બાળક મને દેખાયો જ નહીં, મારાથી અજાણતા ભૂલ થઈ ગઈ. હું મારી પત્ની અને મારી દીકરીને લઈને હોસ્પિટલે ગયા હતા, ત્યારે કાર પાર્કિંગમાં આ ઘટના બની.
મિતાણા ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો
તો બીજી તરફ મોરબીના ટંકારાના મિતાણા ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો. કાર ઝાડ સાથે અથડાતા બે લોકોના મોત થયા છે. જયારે બે લોકોને ગંભીર ઈજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે રાજકોટ (Rajkot) ખસેડવામાં આવ્યા છે. રાજકોટથી મોરબી તરફ જતી કારનો અકસ્માત થયો હતો. બંને મૃતક યુવાનો મોરબીના (morbi) રહેવાસી છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.