અમિત શાહની જમ્મુ મુલાકાત પહેલા આતંકવાદીઓ બોખલાયા, DG જેલની હત્યા કરી TRFએ લખ્યુ ગૃહપ્રધાનને ગીફ્ટ | Before Amit Shah's visit to Jammu, terrorists attacked, killed DG Jail, TRF wrote gift to Home Minister
ડીજીપી જેલ હેમંત કુમાર લોહીયા (Hemant Kumar Lohiya)ની હત્યાથી ભયનો માહોલ સર્જાયો છે. શાહની મુલાકાતથી આતંકવાદીઓ સ્તબ્ધ છે.
Amit Shah’s visit to Jammu and Kashmir, the terrorist organization issued a warning
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) સોમવારે ત્રણ દિવસની મુલાકાતે જમ્મુ-કાશ્મીર (jammu Kashmir)પહોંચ્યા હતા. ખીણમાં પ્રવેશતાની સાથે જ જમ્મુના ડીજીપી જેલ હેમંત કુમાર લોહિયા9DGP jail Hemantkumar Lohia)ની હત્યાથી ભયનું વાતાવરણ ફેલાઈ ગયું છે. શાહની મુલાકાતથી આતંકવાદીઓ સ્તબ્ધ છે. આથી તેઓ સતત આતંકવાદી ગતિવિધિઓ (Terrorist Acitivities) કરીને ઘાટીમાં અસુરક્ષાનું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેન્દ્રશાસિત પ્રદેશની તેમની મુલાકાત દરમિયાન, શાહ રાજૌરી અને બારામુલ્લા જિલ્લામાં રેલીઓને સંબોધિત કરશે અને ખીણમાં સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરશે.
જમ્મુ-કાશ્મીરમાં ટૂંક સમયમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે, આવી સ્થિતિમાં તેઓ ભાજપની તરફેણમાં વાતાવરણ બનાવવા માટે લોકલાગણીની જાહેરાતો પણ કરશે. શાહની મુલાકાતને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. છેલ્લા અઠવાડિયા દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં બે મોટા આતંકી હુમલા થયા છે. આવી સુરક્ષામાં કોઈ ક્ષતિને અવકાશ નથી. જો કે ડીજીપી જેલ હેમંતકુમાર લોહિયાની હત્યાથી સનસનાટી ફેલાઈ ગઈ છે. આતંકવાદી સંગઠન TRFએ DGPની હત્યાની જવાબદારી લીધી છે.
TRFએ એક પ્રેસ રિલીઝ જાહેર કરી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે DGPની હત્યા એ ગૃહમંત્રીને તેમની મુલાકાત પહેલાની ભેટ છે. સંસ્થાએ લખ્યું, ‘અમારી વિશેષ ટુકડીએ જમ્મુના ઉદયવાલામાં ગુપ્ત માહિતી આધારિત ઓપરેશન હાથ ધર્યું છે. આ અંતર્ગત ડીજીપી માર્યા ગયા છે, જેઓ નિશાના પર હતા. આ ઘટના ભારતમાં હિંદુત્વ શાસન અને તેના સાથીઓ માટે ચેતવણી છે કે ડીજીપીની હત્યા એ હાઈ-પ્રોફાઈલ કામગીરીની માત્ર શરૂઆત છે. અમે ગમે ત્યારે અને ગમે ત્યાં ચોકસાઇ સાથે હુમલો કરીએ છીએ. આવી સ્થિતિમાં, કડક સુરક્ષા વચ્ચે પ્રવાસ પર આવેલા ગૃહમંત્રી (અમિત શાહ) માટે આ એક નાનકડી ભેટ છે. જો ઈશ્વરની ઈચ્છા હશે તો અમે ભવિષ્યમાં પણ આવા ઓપરેશનો ચાલુ રાખીશું.
ડીજીપી લોહિયાની હત્યાથી જમ્મુ-કાશ્મીરમાં ખળભળાટ મચી ગયો છે. સોમવારે તેનો મૃતદેહ તેના ઘરેથી શંકાસ્પદ સંજોગોમાં મળી આવ્યો હતો. ડીજીપીના લોહીલુહાણ શરીરમાંથી પેટના આંતરડા બહાર નીકળેલા મળી આવ્યા હતા. હત્યારાએ કેરોસીન છાંટીને શરીર સળગાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. આટલું જ નહીં ડીજીપીના માથા પર ઓશીકું અને કપડા મૂકીને ઉપરથી આગ પણ લગાવવામાં આવી હતી. પોલીસને આશંકા છે કે આ ઘટના તેમના ઘરમાં રહેતા નોકર દ્વારા કરવામાં આવી છે, જે ફરાર છે. જણાવવામાં આવી રહ્યું છે કે હેમંત કુમાર લોહિયા નવરાત્રીના સંબંધમાં શ્રીનગરથી જમ્મુ આવ્યા હતા.
Post a Comment