Header Ads

ધોનીની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ધમાકેદાર એન્ટ્રી, લોન્ચ કર્યું પ્રોડક્શન હાઉસ 'Dhoni Entertainment'

મહેન્દ્ર સિંહ ધોનીએ પ્રોડક્શન હાઉસનું નામ ધોની એન્ટરટેઈનમેન્ટ (Dhoni Entertainment) લોન્ચ કર્યું છે. ચાલો જાણીએ ધોની એન્ટરટેઈનમેન્ટ અંતર્ગત કેવી-કેવી ફિલ્મો બનશે.

ધોનીની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ધમાકેદાર એન્ટ્રી, લોન્ચ કર્યું પ્રોડક્શન હાઉસ 'Dhoni Entertainment'

ધોનીની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ધમાકેદાર એન્ટ્રી, લોન્ચ કર્યું પ્રોડક્શન હાઉસ ‘Dhoni Entertainment’

Image Credit source: Twitter

MS Dhoni Production House: ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની જે કેપ્ટન કૂલના નામથી મશહુર છે હવે ફિલ્મ જગતમાં પણ છવાશે પરંતુ તે એક્ટિંગમાં નહિ પરંતુ માહીએ પોતાના ચાહકોને શાનદાર ફિલ્મો આપવા માટે પોતાનું પ્રોડક્શન હાઉસ ધોની એન્ટરટેઈનમેન્ટ લોન્ચ કર્યું છે. ધોની (MS Dhoni)ના પ્રોડકશન હાઉસમાં હાલમાં હિન્દી નહિ પરંતુ સાઉથની ફિલ્મો (તેલુગૂ, તમિલ અને મલયાલમ) બનશે. માહીએ પોતાના પ્રોડક્શન હાઉસનું નામ ધોની એન્ટરટેઈનમેન્ટ (Dhoni Entertainment) રાખ્યું છે.

ધોની એન્ટરટેઈનમેન્ટ નાના પાયા પર કામ શરુ કર્યું

ધોનીના પ્રોડ્કશન હાઉસમાં તેની પત્ની સાક્ષીનો પણ ભાગ છે. હજુ પ્રોડક્શન હાઉસ ધોની એન્ટરટેઈનમેન્ટ નાના પાયા પર કામ શરુ કર્યું છે. જેમાં બનેલી ફિલ્મો રોર ઓફ લાયન , આઈપીએલ ટીમ ચેન્નાઈ સુપરકિંગ્સ વિશે છે. જેમાં ટીમ પર 2 વર્ષનો પ્રતિબંધ લાગ્યા બાદ તેની પરત ફરવાની સ્ટોરી જોવા મળશે.ફિલ્મ ‘ધ હિડન હિન્દુ’ની સ્ટોરીને અક્ષત ગુપ્તાએ લખી છે, જે એક પૌરાણિક થ્રિલર ફિલ્મ છે. ‘બ્લેઝ ટુ ગ્લોરી’ની સ્ટોરી વર્ષ 2011માં ટીમ ઈન્ડિયાની વર્લ્ડ કપ જીત પર આધારિત છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, સમયની સાથે ધોની પોતાની નવી ઇનિંગને વિસ્તારશે અને અન્ય ભાષાઓમાં ફિલ્મો બનાવવાનું કામ કરશે.

તમને જણાવી દઈએ કે, આ સમાચાર ઘણા સમયથી ચાલી રહ્યા હતા કે, ધોની હવે ફિલ્મી દુનિયામાં આવવા માટે તૈયાર છે. રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે ધોની સાઉથના સુપરસ્ટાર થાલાપતિ વિજય સાથે એક ફિલ્મ કરવા જઈ રહ્યો છે. આટલું જ નહીં ધોની આ ફિલ્મમાં કેમિયો પણ કરી શકે છે. ધોનીએ પોતે સાઉથના સુપરસ્ટાર વિજયને ફોન કરીને આ ફિલ્મ કરવા માટે કહ્યું છે.

ધોનીએ લીધો સંન્યાસ

વર્લ્ડકપ વિજેતા કેપ્ટન ધોનીએ વર્ષ 2020ના સ્વતંત્રતા દિવસ પર ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી પરંતુ તે આઈપીએલ ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે હજુ પણ રમી રહ્યો છે. આટલું જ નહિ ધોની ભારતીય ટીમ માટે મેન્ટર તરીકે પણ કામ કરે છે.

Powered by Blogger.