Diwali 2022 : રાજકોટમાં ફટાકડાના ભાવમાં 30 થી 50 ટકા સુધીનો ભાવ વધારો, ખરીદીમાં હાલ મંદીનો માહોલ

દિવાળીના(Diwali 2022)તહેવારને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકોટમાં ફટાકડાઓની(Fire Crackers)કિંમતમાં મોટો ભાવ વધારો જોવા મળ્યો છે. સામાન્ય રીતે દર વર્ષે પાંચ થી 10 ટકાનો ભાવ વધારો થતો હોય છે. જ્યારે આ વર્ષે ફટાકડાના ભાવમાં ગયા વર્ષ કરતા 30 થી 50 ટકા સુધીનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે.

Diwali 2022 : રાજકોટમાં ફટાકડાના ભાવમાં 30 થી 50 ટકા સુધીનો ભાવ વધારો, ખરીદીમાં હાલ મંદીનો માહોલ

Fire Crackers Price Increase

દિવાળીના (Diwali 2022) તહેવારને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકોટમાં ફટાકડાઓની(Fire Crackers)કિંમતમાં મોટો ભાવ વધારો (Price Hike) જોવા મળ્યો છે. સામાન્ય રીતે દર વર્ષે પાંચ થી 10 ટકાનો ભાવ વધારો થતો હોય છે. જ્યારે આ વર્ષે ફટાકડાના ભાવમાં ગયા વર્ષ કરતા 30 થી 50 ટકા સુધીનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. જેથી ફટાકડાની ખરીદીમાં હાલ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ફટાકડાના ભાવ વધારાના કારણે માધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના બાળકો અને ફટાકડાના શોખીનોની દિવાળી મોંઘી થવાની છે.કારણકે તમામ પ્રકારના ફટાકડાઓના ભાવમાં 30 થી લઈને 50 ટકા સુધીનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે..જેથી હોલસેલ બજારમાં પણ જોઈએ તેવી ફટાકડાની ખરીદી શરૂ નથી થઈ.હોલસેલ વેપારીઓને ફટાકડાના ભાવ વધારાના કારણ અંગે પૂછતાં તેઓ જણાવી રહ્યા છે કે ફટાકડાના ભાવ ઉપરથી જ વધીને આવી રહ્યા છે જેથી તેઓએ પણ ભાવ વધારો કરવો પડી રહ્યો છે.

મુશળધાર વરસાદના કારણે ફટાકડાનું ઉત્પાદન ઓછું થયું છે

ફટાકડાના ભાવ વધારાના કારણ અંગે વાત કરીએ તો દેશમાં સૌથી વધુ ફટાકડાનું ઉત્પાદન શિવાકાશિમાં થાય છે..સમગ્ર દેશમાં શિવાકાશીની ફેક્ટરીઓમાંથી ફટાકડા સપ્લાય થાય છે.ત્યાં મુશળધાર વરસાદના કારણે ફટાકડાનું ઉત્પાદન ઓછું થયું છે..ઓછા માલના કારણે ફટાકડાની ડિમાન્ડમાં વધારો થયો છે અને પરિણામે ભાવ વધારો થયો છે..અન્ય કારણની વાત કરીએ તો ફટાકડાના બનાવવામાં વપરાતા કેમિકલ,કાગળ અને પ્લાસ્ટિકના ભાવમાં આ વખતે મોટા પ્રમાણમાં ભાવ વધારો થયો હોવાનું ઉત્પાદકો જણાવી રહ્યા છે.જેથી ના છૂટકે તેઓએ વધારે ભાવ લેવો પડી રહ્યો છે..આ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયેલો વધારાના કારણે ફટાકડાનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધી જાય છે.ફટાકડાના ભાવ વધારાના કારણે ફટાકડા ખરીદવા આવનાર ગ્રાહકો પણ પરેશાન છે અને કહી રહ્યા છે કે ગત વર્ષ જેટલા બજેટમાં આ વખતે માંડ અડધા ફટાકડા આવી રહ્યા છે.

(With Input, Ronak Majithia, Rajkot )

أحدث أقدم