Fifa World Cup : ભારતે અંડર-17 ફિફા મહિલા વર્લ્ડ કપ માટે 21 સભ્યોની ટીમની જાહેરાત કરી | India announce 21 member squad for FIFA U 17 Women’s World Cup

11 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા ફિફા અંડર-17 વર્લ્ડ કપ (Fifa world cup) માટે 21 સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવી છે. ભારતની તમામ મેચ ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં રમાશે.

Fifa World Cup : ભારતે અંડર-17 ફિફા મહિલા વર્લ્ડ કપ માટે 21 સભ્યોની ટીમની જાહેરાત કરી

ભારતે અંડર-17 ફિફા મહિલા વર્લ્ડ કપ માટે 21 સભ્યોની ટીમની જાહેરાત કરી

Image Credit source: Twitter

Fifa world cup : 11 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા અંડર-17 ફીફા વર્લ્ડ કપ (Fifa world cup) માટે 21 સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવી છે. ભારત, યુએસએ, મોરોક્કો અને બ્રાઝિલ સાથે ગ્રુપ Aમાં રાખવામાં આવ્યું છે. ભારતીય ટીમ 11 ઓક્ટોબરે અમેરિકા સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. ત્યારબાદ ટીમ અનુક્રમે 14 અને 17 ઓક્ટોબરે મોરોક્કો અને બ્રાઝિલ સામે ટક્કરાશે. ભારતની તમામ મેચ ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમ (Kalinga Stadium)માં યોજાશે.

ભારત આ પહેલા ક્યારેય વર્લ્ડ કપ રમ્યું નથી

ભારતીય મહિલા U-17 ટીમના મુખ્ય કોચ ડેનરબીએ કહ્યું, દરેક માટે આ એક નવી પરિસ્થિતિ છે. ભારત આ પહેલા ક્યારેય વર્લ્ડ કપ રમ્યું નથી. તે સંપૂર્ણપણે અલગ સ્તરની રમત હશે. તેમણે કહ્યું અમારી પાસે દરેકને બતાવવાની અનોખી તક હશે કે અમે સારી તૈયારી કરી છે અને કોઈ અમને સરળતાથી હરાવી શકશે નહીં. ટૂર્નામેન્ટની મેચો ભુવનેશ્વર, મડગાંવ (ગોવા) અને નવી મુંબઈમાં 11 થી 30 ઓક્ટોબર દરમિયાન રમાશે. ભારતીય કોચે કહ્યું, જ્યારે તમે મેદાન પર હોવ છો ત્યારે બધું પાછળ રહી જાય છે અને તમારે ફક્ત રમત પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.

ભારતની પ્રથમ મેચ અમેરિકા સામે છે

ભારતીય ટીમ 11 ઓક્ટોબરે અમેરિકા સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ પછી 14 ઓક્ટોબરે તેની બીજી મેચ મોરોક્કો સામે અને 17 ઓક્ટોબરે ત્રીજી મેચ બ્રાઝિલ સામે થશે. ટીમ ઈન્ડિયાની તમામ મેચ ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં આયોજિત કરવામાં આવી છે. જ્યારે બાકીની ટુર્નામેન્ટ નવી મુંબઈ અને ગોવામાં યોજાશે.

ગોલકીપર : મોનાલિસા દેવી મોઇરાંગથમ, મેલોડી ચાનુ કીશમ, અંજલિ મુંડા.

ડિફેન્ડર: અસ્તમ ઓરાઓન, કાજલ, નકેતા, પૂર્ણિમા કુમારી, વર્ષિકા, શિલ્કી દેવી હેમમ.

મિડફિલ્ડર: બબીના દેવી લિશામ, નીતુ લિન્ડા, શૈલજા, શુભાંગી સિંહ.

ફોરવર્ડ: અનિતા કુમારી, લિન્ડા કોમ સર્ટો, નેહા, રેજિયા દેવી લૈશ્રમ, શેલિયા દેવી લોકટોંગબમ, કાજોલ હુબર્ટ ડિસોઝા, લાવણ્યા ઉપાધ્યાય, સુધા અંકિતા તિર્કી.

أحدث أقدم