ઓર્ડર સાથે નહીં થાય કોઈ છેતરપિંડી ! Flipkart પર ઓર્ડર કરતા સમયે કરી દો આ Setting

ભારતમાં ઓનલાઈન શોપિંગનું ચલણ સતત વધી રહ્યું છે. લોકો એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી ઈ-કોમર્સ કંપનીઓમાંથી મોટી સંખ્યામાં ઓનલાઈન ખરીદી કરી રહ્યા છે. ત્યારે ઈ-કોમર્સ કંપનીઓ પણ તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને ફેસ્ટિવ સેલ ચલાવી રહી છે.

ઓર્ડર સાથે નહીં થાય કોઈ છેતરપિંડી ! Flipkart પર ઓર્ડર કરતા સમયે કરી દો આ Setting

Online Shopping

Image Credit source: File Photo

આ વખતે ઓનલાઈન સેલમાં ફ્લિપકાર્ટ (Flipkart) ઘણી રીતે નકારાત્મક ચર્ચામાં રહ્યું છે. સોશિયલ મીડિયા (Social Media) ખોટી ડિલિવરી અને ફ્લિપકાર્ટ દ્વારા કરવામાં આવેલી અન્ય ફરિયાદોથી ભરેલું છે. આજે અમે તમને એક એવા વિકલ્પ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના પછી ડિલિવરી બોય તમને ક્યારેય છેતરી શકશે નહીં અને તમારા પૈસા પણ સુરક્ષિત રહેશે અને સાથે જ તમને અસલી પ્રોડક્ટ પણ મળશે.

ભારતમાં ઓનલાઈન શોપિંગનું ચલણ સતત વધી રહ્યું છે. લોકો એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી ઈ-કોમર્સ કંપનીઓમાંથી મોટી સંખ્યામાં ઓનલાઈન ખરીદી કરી રહ્યા છે. ત્યારે ઈ-કોમર્સ કંપનીઓ પણ તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને ફેસ્ટિવ સેલ ચલાવી રહી છે.

ઓનલાઈન શોપિંગના વધતા ક્રેઝની વચ્ચે ગ્રાહકોને ડેમેજ અને ખોટી પ્રોડક્ટ્સ પહોંચાડવાના કિસ્સાઓ પણ સામે આવતા રહે છે. આ સમસ્યાનો સામનો કરવા માટે, ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ તેના ગ્રાહકોને ‘ઓપન બોક્સ ડિલિવરી’ (Open Box Delivery) સર્વિસ ઓફર કરી રહી છે.

આ સર્વિસનો હેતુ ગ્રાહકો સુધી યોગ્ય પ્રોડ્કટ પહોંચાડવાનો છે. જણાવી દઈએ કે જો કોઈ ગ્રાહક તેના પ્રોડ્કટ માટે ઓપન બોક્સ સેવાનો ઉપયોગ કરે છે, તો ડિલિવરી બોય પેકેજ ખોલશે અને પ્રોડક્ટની ડિલિવરી કરતી વખતે ગ્રાહકને પ્રોડક્ટ બતાવશે.

ફ્રીમાં મળશે સર્વિસ

ઓપન બોક્સ સેવાનો લાભ લેવા માટે, ગ્રાહકોએ પ્રોડક્ટ ઓર્ડર કરતી વખતે આ વિકલ્પ પસંદ કરવો પડશે. તે સર્વિસ ઓર્ડર સારાંશ પેજ પર ઉપલબ્ધ છે. કંપની આ સેવા માટે ગ્રાહકો પાસેથી કોઈ ફી વસૂલતી નથી. આ સંપૂર્ણપણે ફ્રી સેવા છે.

ડિલિવરી બોય પેકેજ ખોલીને બતાવશે

ફ્લિપકાર્ટની વેબસાઈટ અનુસાર, જો કોઈ ગ્રાહક ઓપન બોક્સ ડિલિવરી સર્વિસનો ઉપયોગ કરે છે, તો ડિલિવરી બોય તેની સામે પેકેજ ખોલશે. આ સાથે, ગ્રાહકો ખાતરી કરી શકે છે કે તેમને યોગ્ય પ્રોડ્કટ પહોંચાડવામાં આવી છે. હાલમાં, આ સર્વિસ ફક્ત પસંદ કરેલા પિનકોડ પર જ ઉપલબ્ધ છે.

નહીં થાય રિપ્લેસમેન્ટ

નોંધનીય છે કે જો તમને ડેમેજ અથવા ખોટી પ્રોડક્ટ ડિલિવર કરવામાં આવે છે, તો તમને રિટર્ન અને રિફંડની જ સુવિધા મળશે. કંપની આવી સ્થિતિમાં ગ્રાહકોને રિપ્લેસમેન્ટ નહીં આપે. આ સિવાય ઓપન બોક્સ ડિલિવરીનો લાભ માત્ર એવા ગ્રાહકો જ નહીં મેળવી શકે જે કાર્ડ ઓન ડિલિવરી પેમેન્ટ કરે છે. જો ડિલિવરી લીધા પછી તમારા ડિવાઈસમાં કોઈ ખામી જણાય તો ફ્લિપકાર્ટનો સંપર્ક કરી શકાય છે. તે કાં તો રિફંડ કરશે અથવા રિપ્લેસમેન્ટ.

أحدث أقدم