Gandhinagar: ચૂંટણી પૂર્વે ગુજરાતમાં 17 સિનિયર IPS અધિકારીઓની બદલી

રાજ્યમાં કુલ 17 IPSની બદલી (Transfer) કરવામાં આવી છે. તો અમદાવાદના બે જોઈન્ટ પોલીસ કમિશનરની પણ બદલી કરી દેવામાં આવી છે. IG DIG કક્ષાના અધિકારીઓની બદલીની યાદી જાહેર કરવામાં આવી છે.

TV9 ગુજરાતી

| સંપાદિત: તન્વી સોની

ઑક્ટો 24, 2022 | 3:39 PM

વિધાનસભા ચૂંટણી (વિધાનસભા ચૂંટણી) પહેલા IPSની બદલીના આદેશ કરી દેવામાં આવ્યા છે. આગામી વિધાનસભા ચૂંટણીના (વિધાનસભા ચૂંટણી) અનુસંધાને આ બદલીના આદેશ આપવામાં આવ્યા હોવાનું માનવામાં આવી રહ્યુ છે. ગૃહ વિભાગ (ગૃહવિભાગ) દ્વારા આ બદલીના આદેશ આપવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ 17 IPSની બદલી કરવામાં આવી છે. તો અમદાવાદના બે જોઈન્ટ પોલીસ કમિશનરની પણ બદલી કરી દેવામાં આવી છે. IG DIG કક્ષાના અધિકારીઓની બદલીની યાદી જાહેર કરવામાં આવી છે.

અજય ચૌધરીને અમદાવાદમાં રાખવામાં આવ્યા છે. અમદાવાદના એડમીન JCP પદેથી બદલી કરી તેમને અમદાવાદ સ્પેશિયલ બ્રાન્ચના JCP બનાવવામાં આવ્યા છે. ડીઆઈજી આર.વી અંસારીની આઈ.બીમાં બદલી કરવામાં આવી છે.

  • અશોક યાદવને રાજકોટ રેન્જના IG બનાવાયા
  • સંદિપ સિંઘને વડોદરા રેન્જના IG બનાવાયા
  • ડી.એચ પરમાર બન્યા સુરતના નવા JCP
  • રાજકુમાર પાંડિયનને અમદાવાદ રેલવેના ADGP તરીકે નિમણૂક
  • ખુરશીદ એહમદની ADG તરીકે પ્લાનિંગ અને મોર્ડનાઈઝેશનમાં નિમણૂક
  • પિયુષ પટેલને સુરતના રેન્જ IG બનાવવામાં આવ્યા
  • અજય ચૌધરી બન્યા અમદાવાદ સ્પેશિયલ બ્રાંચના JCP બન્યા
  • એમ.એ ચાવડાની જુનાગઢના IG તરીકે બદલી
  • ભાવનગર રેન્જ IG તરીકે ગૌતમ પરમારની બદલી
  • એમ.એસ ભરાડાને અમદાવાદ સેક્ટર 2 ACP તરીકે નિમણૂક