Gandhinagar : રૂપાલ ગામે નીકળશે વરદાયિની માતાજીની પરંપરાગત પલ્લી, ભક્તોમાં ભારે ઉત્સાહ | Gandhinagar Traditional palli of Vardayini Mataji will be opened at Rupal village great enthusiasm among devotees

ગુજરાતમાં(Gujarat)હાલ નવરાત્રીની(Navratri 2022)ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં ગુજરાતના ગાંધીનગરના રૂપાલ(Rupal) ગામે આજે નોમના દિવસે વરદાયિની માતાની પરંપરાગત પલ્લી(Palli) નિકળશે. આજે રાત્રે 12 વાગ્યે વરદાયિની માની પલ્લી નીકળશે છે.

TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Oct 04, 2022 | 6:45 PM

ગુજરાતમાં(Gujarat) હાલ નવરાત્રીની(Navratri 2022)ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં ગુજરાતના ગાંધીનગરના રૂપાલ(Rupal) ગામે આજે નોમના દિવસે વરદાયિની માતાની પરંપરાગત પલ્લી(Palli) નિકળશે. આજે રાત્રે 12 વાગ્યે વરદાયિની માની પલ્લી નીકળશે છે. માતાજીની પલ્લીને લઈ શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવાઈ રહ્યો છે. કોરોના કાળના બે વર્ષ બાદ પલ્લી નીકળવાની હોવાથી ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડશે.આખા ગામમાં ફર્યા બાદ વહેલી સવારે આ પલ્લી મંદિરમાં પહોંચશે. આ પલ્લી દરમિયાન રૂપાલ ગામમાં ઘીની નદીઓ વહેતી જોવા મળશે. જેમાં ભાવિકો પલ્લીમાં માતાજીને ઘી ચઢાવશે ભોજન, આરોગ્ય અને ફાયર બ્રિગેડ સહિતની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવાઈ છે.કોઈપણ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે માતાજીની પલ્લી નિકળશે


أحدث أقدم