Sunday, October 16, 2022

Gandhinagar : દિવાળી પહેલા શિક્ષકોને મોટી ભેટ, રાજ્ય સરકારે શિક્ષકોની બદલીને લઈ લીધો મહત્વનો નિર્ણય

રાજ્યના સંખ્યાબંધ પ્રાથમિક શિક્ષક, વિદ્યાસહાયક અને મુખ્ય શિક્ષકને લાભ મળશે. આ શિક્ષકો હવે પરિવાર સાથે રહી બાળકોને અભ્યાસ કરાવી શકશે.

TV9 ગુજરાતી

| સંપાદિત: મમતા ગઢવી

ઑક્ટો 16, 2022 | 8:30 AM

રાજ્યના શિક્ષકો (શિક્ષક) માટે દિવાળી પહેલા સૌથી મોટા આનંદના સમાચાર છે.  રાજ્ય સરકારે (ગુજરાત સરકાર) શિક્ષકોની આંતરિક અરસ-પરસ બદલી કેમ્પ અને જિલ્લા ફેરબદલી કેમ્પના આયોજનનો નિર્ણય કર્યો છે.  શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ (જીતુ વાઘાણી) જાહેરાત કરી કે 20થી 29 ઓક્ટોબર સુધી જિલ્લા આંતરિક અરસ પરસ કેમ્પ યોજાશે. તો જિલ્લા આંતરિક બદલી કેમ્પનું બે તબક્કામાં આયોજન કરાયું છે. જેમાં 2થી 20 નવેમ્બર સુધી પ્રથમ અને 23 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી બીજો તબક્કો યોજાશે.

રાજ્યના સંખ્યાબંધ શિક્ષકોને થશે મોટો ફાયદો

જ્યારે 6 ડિસેમ્બરથી 8 ડિસેમ્બર સુધી જિલ્લા ફેરબદલી કેમ્પ (ટ્રાન્સફર કેમ્પ) યોજાશે. રાજ્યના સંખ્યાબંધ પ્રાથમિક શિક્ષક, વિદ્યાસહાયક અને મુખ્ય શિક્ષકને લાભ મળશે. આ શિક્ષકો હવે પરિવાર સાથે રહી બાળકોને અભ્યાસ કરાવી શકશે. આ સુવિધાને પરિણામે સરવાળે વિદ્યાર્થીઓને અભ્યાસમાં ફાયદો મળશે. જો વિગતે વાત કરીએ તો 20 ઓક્ટોબર 2022થી 29 ઓક્ટોબર 2022 સુધી આ કેમ્પ યાજાશે. જેમાં પ્રથમ તબક્કો 2 નવેમ્બરથી શરૂ થઈ 20 નવેમ્બર સુધી ચાલશે. તો બીજો તબક્કો 23 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી યોજાશે. જ્યારે જિલ્લા ફેરબદલી કેમ્પ 6 ડિસેમ્બરથી શરૂ થઈ 8 ડિસેમ્બર સુધી યોજાશે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.