Gandhinagar : સરકારે નાના માછીમારોને દિવાળીની ભેટ આપી, કેરોસીન માટેની વાર્ષિક આર્થિક સહાય અને જથ્થામાં વધારો કર્યો

ગુજરાતના(Gujarat)નાના માછીમારોના(Fisherman)આર્થિક ઉત્થાન માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે જેના ભાગરૂપે નાના માછીમારોને સહાયરૂપ થવા માટે વિવિધ મહત્વના નિર્ણયો કરીને દિવાળીની(Diwali 2022)ભેટ આપી છે. જેમાં આઉટ બોર્ડ મશીન બોટધારક માછીમારોને કેરોસીન સહાય યોજના હેઠળ રાજય સરકાર દ્વારા પ્રતિ લીટર 25 લેખે પ્રતિ માસ મહત્તમ 150 લીટર તથા વાર્ષિક 1472 લીટર કેરોસીનના જથ્થાની મર્યાદામાં કેરોસીન સહાય આપવામાં આવતી હતી

Gandhinagar : સરકારે નાના માછીમારોને દિવાળીની ભેટ આપી, કેરોસીન માટેની  વાર્ષિક આર્થિક સહાય અને જથ્થામાં વધારો કર્યો

ગુજરાત માછીમાર

છબી ક્રેડિટ સ્ત્રોત: ફાઇલ છબી

ગુજરાતના(ગુજરાત) નાના માછીમારોના(માછીમાર)આર્થિક ઉત્થાન માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે જેના ભાગરૂપે નાના માછીમારોને સહાયરૂપ થવા માટે વિવિધ મહત્વના નિર્ણયો કરીને દિવાળીની(દિવાળી 2022)ભેટ આપી છે. જેમાં આઉટ બોર્ડ મશીન બોટધારક માછીમારોને કેરોસીન સહાય યોજના હેઠળ રાજય સરકાર દ્વારા પ્રતિ લીટર 25 લેખે પ્રતિ માસ મહત્તમ 150 લીટર તથા વાર્ષિક 1472 લીટર કેરોસીનના જથ્થાની મર્યાદામાં કેરોસીન સહાય આપવામાં આવતી હતી.તેમાં વધારો કરવાનો મહત્વનો નિર્ણય કરાયો છે. તદ્અનુસાર કેરોસીન સહાયની રકમ 25 થી વધારી 50કરવામાં આવી છે.તથા વાર્ષિક મળવાપાત્ર કેરોસીનનો મહત્તમ જથ્થો 1472 લીટરથી વધારી 1500 લીટર કરવામાં આવ્યો છે. આ સુધારાથી આશરે 4000 જેટલા નાના-ગરીબ આઉટ બોર્ડ મશીન બોટધારક માછીમારોને માછીમારીના ધંધામાં કેરોસીનના વધતા જતા ભાવો સામે આર્થિક ફાયદો થશે એમ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની યાદીમાં જણાવાયું છે.

માછીમારો પૈકી કેટલાક કેરોસીનના બદલે પેટ્રોલના વપરાશથી બોટ ચલાવે છે

આઉટ બોર્ડ મશીન જે સામાન્ય રીતે માછીમારો અગાઉ જ્યારે કેરોસીનના ભાવો પેટ્રોલની સરખામણીએ ઓછા હતા ત્યારે પેટ્રોલથી સ્પાર્ક કરી ઇંધણ તરીકે કેરોસીનનો વપરાશ કરીને ચલાવતા હતા.હાલમાં કેરોસીન અને પેટ્રોલના બજાર ભાવમાં ખાસ કોઇ તફાવત રહ્યો નથી. તેવા સંજોગોમાં આવી બોટધારક નાના માછીમારો પૈકી કેટલાક કેરોસીનના બદલે પેટ્રોલના વપરાશથી બોટ ચલાવે છે.જેથી આવા માછીમારોની લાગણી હતી કે ફીશીંગ માટે કેરોસીનના બદલે પેટ્રોલના વપરાશ માટે આઉટ બોર્ડ મશીન બોટધારક માછીમારોને કેરોસીનના સમાન ધોરણે પેટ્રોલ ખરીદી પર સહાય આપવામાં આવે આ સંદર્ભે રાજય સરકાર દ્વારા નાના માછીમારોને ફીશીંગ માટે કેરોસીનના બદલે પેટ્રોલનો વપરાશ કરતા આઉટ બોર્ડ મશીન બોટ ધારક માછીમારોને કેરોસીનના સમાન ધોરણે પેટ્રોલ ખરીદી પર સહાય ચુકવવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.

આ ઉપરાંત આવા માછીમારોને ડીઝલ વેટ રાહત યોજના હેઠળ આપવામાં આવતું ડીઝલ સરકારની માન્યતા પ્રાપ્ત ડીઝલપંપો પૈકી કોઇપણ ડીઝલપંપ પરથી ડીઝલ ખરીદીવાની છૂટ આપવામાં આવી છે.જેના પરિણામે ડીઝલ વિતરણ કરતા પંપોમાં આંતરીક હરીફાઇ થવાથી માછીમારોને મૂળભૂત સુવિધાઓ તેમજ ગુણવત્તા યુક્ત ડીઝલનો જથ્થો ઉપલબ્ધ થઇ શકશે તેમજ માછીમારોને નજીકના પંપેથી ડીઝલ મળતાં ટ્રાન્સ્પોર્ટેશનનો ખર્ચ પણ ઘટી જશે.જેથી માછીમારો સરળતાથી માછીમારીનો વ્યવસાય સફળતાપૂર્વક કરી શકશે.

આ ઉપરાંત વર્ષ 2016-17 થી વર્ષ 2021-22 સુધી બાકી રહેલ નાના માછીમારો ટૂ સ્ટ્રોક /ફોર સ્ટ્રોક આઇ.બી.એમ./ઓ.બી.એમ. ની ખરીદી ઉપર સહાયની યોજના અન્વયે કુલ- 1287 લાભાર્થીઓને 60,000 લેખે બાકી રહેલ સહાય કુલ 7,72, 20,000 રાજય સરકાર ધ્વારા મંજુર કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત માછીમારોને ડીઝલ વેટ રાહત યોજના હેઠળ આપવામાં આવતા હોર્ષ પાવર દીઠ વાર્ષિક મહત્તમ ડીઝલના જથ્થામાં પણ વધારો કરવામાં આવ્યો છે.જેમાં ચાર કેટેગરીમાં ક્રમશ 5000 લીટર, 6000 લીટર, 7000 લીટર અને 8000 લીટર વધારો કરવામાં આવ્યો છે. પ્રથમ કેટેગરીમાં 1 થી 44 હોર્ષ પાવરની બોટોને 13,000 લીટરને સ્થાને 18,000 બીજી કેટેગરીમાં 45 થી 74 હોર્ષ પાવરની બોટોને 18,000 લીટરને સ્થાને 24,000 ત્રીજી કેટેગરીમાં 75 થી 100 હોર્ષ પાવરની બોટોને 23,000 લીટરને સ્થાને 30,000 અને ચોથી કેટેગરીમાં 101 અને તેથી ઉપરના હોર્ષ પાવરની બોટોને 26,000 લીટરને સ્થાને 34,000 વાર્ષિક મહત્તમ ડીઝલના જથ્થાનો લાભ આપવામાં આવશે. આ નિર્ણયના કારણે આશરે 10,000 જેટલા માછીમારોને આર્થિક લાભ થશે.

أحدث أقدم