હવે નહીં થઈ શકશે Google Translation, બંધ થઈ ગઈ આ સેવા! | Google Translation can no longer be done service has been stopped in china

જોકે ચીની યુઝર્સ આ ટ્રાન્સલેશનનો ઉપયોગ પણ નહીં કરી શકશે. રિપોર્ટ પરથી જાણવા મળ્યુ છે કે, ચીનમાં (China) અમેરિકાની ગૂગલ કંપનીની આ ટ્રાન્સલેશન સેવાનો ઓછો ઉપયોગ થતો હોવાથી બંધ કરવામાં આવ્યુ છે.

હવે નહીં થઈ શકશે Google Translation, બંધ થઈ ગઈ આ સેવા!

Google Translation

Image Credit source: File photo

ભારતના એક પડોશી દેશે હાલમાં Google Translationની સેવા પોતાના દેશમાં બંધ કરી દીધી છે. ભારતના દુશ્મન સમાન પડોશી દેશ ચીનમાં સરકારે આ પગલા લીધા છે. તેમના આ પગલાથી ચીનમાં ગૂગલ કંપનીની સેવાનો વ્યાપ હજુ નાનો થઈ જશે. ચીનમાં હવે ગૂગલ ટ્રાન્સલેશન વેબસાઈટ ખોલવા પર જેનેરિક ગૂગલ સર્ચ બાર દેખાઈ રહ્યુ છે. તેના પર ક્લિક કરતા ચીની યુઝર્સને હોંગકોગની ટ્રાન્સલેશન વેબસાઈટ સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે. જોકે ચીની યુઝર્સ આ ટ્રાન્સલેશનનો ઉપયોગ પણ નહીં કરી શકશે. રિપોર્ટ પરથી જાણવા મળ્યુ છે કે, ચીનમાં (China) અમેરિકાની ગૂગલ કંપનીની આ ટ્રાન્સલેશન સેવાનો ઓછો ઉપયોગ થતો હોવાથી બંધ કરવામાં આવ્યુ છે.

Google Translationની સેવાને અચાનક બંધ કરવાના આ નિર્ણયની અસર ચીની એપ્સ પર પણ પડ્યો છે. ચીનમાં ગૂગલ ટ્રાન્સલેશન પર નિર્ભર ઘણી એપ્સ છે. ચીનની સરકારના આ પગલાની અસર આ તમામ એપ્સ પર પડશે. રિપોર્ટ અનુસાર ચીનના KOReader ડોક્યુમેન્ટ રીડર જેવી સેવાઓનો ઉપયોગ કરનાર હેરાન થઈ રહ્યા છે. વર્ષ 2006માં ગૂગલ કંપની એ ચીનમાં ગૂગલ સર્ચનું ચીની વર્ઝન રજૂ કર્યુ હતુ પણ તેને લોકલ સર્ચ એન્જિન Baidu દ્વારા ખતરનાક ટક્કર મળી.

2010માં બંધ થયુ સર્ચ એન્જિન

વર્ષ 2010માં ગૂગલે ચીનમાં પોતાની સર્ચ એન્જિનની સેવા બંધ કરી હતી. રિપોર્ટ અનુસાર વર્ષ 2010માં ગૂગલે જણાવ્યુ હતુ કે ચીનમાં હેકર્સ તેમના કેટલાક સોર્સ કોડની ચોરી કરી રહ્યુ છે. કેટલાક ચીની માનવાધિકાર કાર્યકર્તાઓના Gmail સાથે પણ છેડછાડ થઈ હતી. ચીની સરકારના વિચિત્ર પગલા અને કડક દેખરેખને કારણે ગૂગલે તેની સર્વિસ બંધ કરી હતી.

ઓછા ઉપયોગને કારણે બંધ

ગૂગલના પ્રવક્તા જણાવે છે કે કંપની એ ચીનમાં ઓછા ઉપયોગ થવાને કારણે Google Translationની સેવા બંધ કરી છે. ઓગસ્ટ મહિનામાં આ સેવાને ચીનમાં 5.35 કરોડ જ યુઝર્સ મળ્યા હતા. ગૂગલે વર્ષ 2017માં ચીનમાં આ સેવાની એપ લોન્ચ કરી હતી. ચીનના યુઝર્સને આકર્ષવા માટે તેમણે ચીની-અમેરિકી રેપર એમસી જિનનો પણ જાહેરાતમાં ઉપયોગ કર્યો હતો.

ચીનની મદદ માટે શરુ થઈ હતી

તે સમયે ચીની યૂઝર્સ સરળતાથી રોકટોક વગર ટ્રાન્સલેશન એપનો ઉપોયગ કરી શકતા હતા. અમેરિકાનું સર્ચ એન્જિન ગૂગલ એવુ માનતુ હતુ કે આ સેવાથી ભાષાને કારણે થતી વ્યવહારિક સમસ્યાને દુનિયામાંથી દૂર કરી શકાશે અને સૌ એકબીજાની ભાષા સમજી શકશે. ચીની લોકો દુનિયા સાથે જલ્દી અને સરળતાથી જોડાઈ શકશે. અમેરિકન કંપનીઓ આ પ્રયાસ ચીનની મદદ માટે જ હતો. ગૂગલ સર્ચ એન્જિન ફરી એકવાર ચીનમાં એન્ટ્રી લેવાનું વિચારી રહી છે. પણ કેટલાક અધિકારી અને નેતાઓના વિરોધને કારણે તેમણે પીછેહઠ કરી છે.