Gujarat Assembly Election 2022 : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah)ની અધ્યક્ષતામાં કમલમમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં સાંજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠક મળી છે.
Gujarat BJP Core Committee Meeting
Gujarat Assembly Election 2022 : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની લઇને ભાજપ તૈયારીઓ આરંભી દીધી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah)ની અધ્યક્ષતામાં કમલમમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં સાંજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠક મળી છે. તેમજ કમલમમાં અમિત શાહની અધ્યક્ષતામાં ચૂંટણીની રણનીતિ ઘડવામાં આવશે. રાજ્યમાં વિધાનસભા પ્રભારીઓ સાથે બેઠક શરૂ થઈ હતી. જેમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બીએલ સંતોષ, સહ પ્રભારી સુધીર ગુપ્તા અને ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલ માર્ગદર્શન આપશે. આ બેઠકમાં વિધાનસભા પ્રભારીઓને ચૂંટણીલક્ષી કામ અંગે માર્ગદર્શન આપવામાં આવશે .
જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે દિવસ દરમ્યાન અલગ અલગ બેઠકો યોજી હતી. જેમા વિધાનસભા ચૂંટણીનો સમગ્ર રોડમેપ નક્કી કરવામાં આવ્યો હતો. વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થવામાં બસ હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ચૂંટણીની તૈયારીઓની કમાન પોતાના હાથમાં લીધી છે અને તૈયારીઓનો રોડમેપ નક્કી કરી રહ્યા છે.
અમિત શાહની અધ્યક્ષતામાં બેઠકોનો ધમધમાટ
કમલમમાં અમિત શાહની અધ્યક્ષતામાં બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના તમામ હોદ્દેદારો, પ્રદેશના મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સરકાર અને સંગઠનના સમન્વય, બૂથ સ્તરની કામગીરી પર ભાર મુકવા, વર્તમાન પરિસ્થિતિની અંદર જે પણ જે આંતરિક વિરોધ છે તેને ખાળવા મુદ્દે નબળી બેઠકો ઉપર ક્યા સંયોજકો કે વિસ્તારકો મોકલવાની તે અંગે તેમજ ટીમ વર્કથી કામ કરવા સહિતનામુદ્દે ચર્ચા પર ભાર મુકવામાં આવ્યો હતો.