Gujarat Assembly Election 2022 : વડોદરા ગ્રામ્ય ભાજપના અગ્રણી કુલદીપસિંહ રાઉલજી કોંગ્રેસમાં જોડાયા

Gujarat Assembly Election 2022 : વડોદરા ગ્રામ્ય વિસ્તારના ભાજપ(BJP) આગેવાન અને સહકારી અગ્રણી કુલદીપસિંહ રાઉલજી ને કોંગ્રેસનો ખેસ પહેરાવ્યો છે. રાઉલજી વડોદરાની સાવલી વિધાનસભા બેઠકના ભાજપ માંથી દાવેદાર રહ્યા હતા. 2017માં કેતન ઇનામદારને ભાજપે ટિકિટ આપી હતી અને તેઓ ચૂંટાયા હતા.

TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Oct 07, 2022 | 10:53 PM

Gujarat Assembly Election 2022 : ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી પર કોંગ્રેસે વાર કરતા વડોદરા ભાજપના આગેવાન અને સહકારી અગ્રણી કુલદીપસિંહ રાઉલજી કોંગ્રેસમાં જોડાયા છે.. આ સિવાય મધ્ય ગુજરાત આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ પણ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો. બરોડા ડેરીના ચેરમેન અને ભાજપના અગ્રણી નેતા રહ્યા છે.. સાવલી વિધાનસભા બેઠકના દાવેદાર રહ્યા હોવા છતાં અવગણના થતા ટિકિટ મેળવવાની લાલચે સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા છે. વડોદરા ગ્રામ્ય વિસ્તારના ભાજપ આગેવાન અને સહકારી અગ્રણી કુલદીપસિંહ રાઉલજી ને કોંગ્રેસનો ખેસ પહેરાવ્યો છે. રાઉલજી વડોદરાની સાવલી વિધાનસભા બેઠકના ભાજપ માંથી દાવેદાર રહ્યા હતા. 2017માં કેતન ઇનામદારને ભાજપે ટિકિટ આપી હતી અને તેઓ ચૂંટાયા હતા.

કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર ની ઉપસ્થિતમાં કોંગ્રેસમાં જોડાયા

2022 માં ઇન ઇનામદાર ભાજપ માંથી રિપીટ થવાની શક્યતાઓ છે.. ત્યારે સાવલી બેઠક પર ટિકિટમાં અવગણના બાદ બરોડા ડેરીમાં પણ સંઘર્ષ થતા આખરે તેમણે ભારતીય જનતા પાર્ટી છોડી કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કર્યો. આજે રાઉલજી પોતાના સમર્થકો સાથે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર ની ઉપસ્થિતમાં કોંગ્રેસમાં જોડાયા હતા.

રાઉલજી બરોડા ગ્રામ્ય વિસ્તારમાં પ્રભુત્વ ધરાવે છે. બરોડા ડેરીના 10 વર્ષથી ચેરમેન અને એપીએમસી માં ઉપ પ્રમુખ રહેલ રાઉલજી ના માત્ર ક્ષત્રિય સમાજ પરંતુ પશુપાલકો અને ખેડૂતો પર પણ પ્રભુત્વ ધરાવે છે.. સાવલી વિધાનસભા બેઠક પર રાઉલજીની ટિકિટ પાક્કી માનવામાં આવી રહી છે.  ક્ષત્રિય નેતા તરીકે હું ઉભરી આવતા જ અલગ-અલગ વિવાદો મારી સાથે જોડવામાં આવ્યા. બરોડા ડેરીમાં ભાવ ફેર મામલે મને બેસાડવાના પ્રયત્નો થયા, હું ભાજપ સાથે નિષ્ઠાથી જોડાયેલો હતો પરંતુ વિવાદો અને સ્થાનિકોના કામ ના થતા મેં ભાજપ છોડવા નિર્ણય લીધો.

أحدث أقدم