Gujarat Assembly Election 2022 : જેપી નડ્ડાએ દ્વારકાથી ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવ્યો

ગુજરાતમાં(Gujarat)  ભાજપે(BJP) આજથી શરૂ કરેલી ગુજરાત ગૌરવ યાત્રાનો(Gujarat Gaurav Yatra) ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ( JP Nadda) સવારે બહુચરાજીથી કચ્છની ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. જયારે આજે બપોર બાદ દ્વારકાથી પોરબંદરની ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. ગૌરવ યાત્રાના પ્રારંભ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ બેટદ્વારકાની મુલાકાત લીધી.

TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Oct 12, 2022 | 6:04 PM

ગુજરાતમાં(Gujarat)  ભાજપે (BJP) આજથી શરૂ કરેલી ગુજરાત ગૌરવ યાત્રાનો(Gujarat Gaurav Yatra) ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ( JP Nadda) સવારે બહુચરાજીથી કચ્છની ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. જયારે આજે બપોર બાદ દ્વારકાથી પોરબંદરની ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. ગૌરવ યાત્રાના પ્રારંભ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ બેટદ્વારકાની મુલાકાત લીધી.ગુજરાત ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરાવીને જે.પી. નડ્ડાએ દ્વારકાધીશને શીશ ઝુકાવ્યું.દ્વારકાધીશના દર્શન કરીને પૂજા અર્ચના કરી હતી.આ પ્રસંગે કેન્દ્રીય પ્રધાન ભૂપેન્દ્ર યાદવ, સાંસદ પૂનમ માડમ સહિત ધારાસભ્ય પબુભા માણેક હાજર રહ્યા હતા..મહત્વપૂર્ણ છે કે, તાજેતરમાં રાજ્ય સરકારે બેટ દ્વારકામાં મેગા ડિમોલેશન ધર્યું હતું..જેમાં ગેરકાયદે ધાર્મિક સ્થાનો, કોમર્શિયલ અને રહેણાંક બાંધકામોને તોડી પાડયા હતા.જેથી જે.પી. નડાની બેટદ્વારકાની મુલાકાત મહત્વની ગણી શકાય છે.

આ સાથે જ ભાજપે આજથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ શરૂ કરી દીધા છે.  આ પૂર્વે બહુચરાજી માતાના મંદિરે માતાજીના દર્શન કર્યા પછી વિધિવત રીતે જે.પી. નડ્ડીએ ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. ભાજપની ગૌરવ યાત્રાની શરુઆત થઇ ગઇ છે. ત્યારે આ યાત્રા 20 ઓક્ટોબર સુધી વિવિધ જિલ્લામાં પરિભ્રમણ કરશે. ભાજપ દ્વારા 5 તબક્કાની યાત્રામાં 144 બેઠક આવરી લેવામાં આવશે. 5734 કિમીની યાત્રામાં 145 જાહેરસભા યોજશે. આ ગૌરવ યાત્રા 12 થી 20 ઓક્ટોબર સુધી ચાલશે. જેમાં ભાજપે 5 કેન્દ્રીય પ્રધાનોના શીરે યાત્રાની જવાબદારી થોપી છે. આ યાત્રા 9 જિલ્લાના 33 વિધાનસભા મત વિસ્તારોને આવરી લેશે.. 1 હજાર 730 કિલોમીટરની આ યાત્રામાં 38 જગ્યાઓ પર સભા પણ યોજાશે.

ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવતા પહેલા સંબોધન કર્યુ હતુ. જેમાં તેમણે કહ્યુ હતુ કે આ ગૌરવ યાત્રા માત્ર ભાજપની નહીં પરંતુ ભારતની યાત્રા છે. મારુ સૌભાગ્ય છે કે હું ગૌરવયાત્રાનો પ્રારંભ કરાવુ છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં દેશ પ્રગતિની છલાંગ લગાવી રહ્યુ છે. ત્યારે એ ગૌરવ યાત્રાની ગંગોત્રી ગુજરાત છે. તેમણે જણાવ્યુ કે, ગુજરાતે ઘણા સંત આપ્યા છે.ગુજકાતે ઘણા સમાજ સુધારક પણ આપ્યા છે. તેથી હું ગુજરાતની મહાન ભૂમિ પરથી તમામ શક્તિપીઠોને નમન કરું છું.

Previous Post Next Post