Gujarat Assembly Election 2022 : પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા ભાજપમાં જોડાય તેવી અટકળો તેજ

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) પૂર્વે રાજ્યમાં તોડજોડનું રાજકારણ ચરમસીમા પર છે. જેમાં પણ હાલ વિધાનસભા ચૂંટણી પૂર્વે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં પાસના કન્વીનર અલ્પેશ કથીરિયા(Alpesh Kathiria) ભાજપ (BJP)જોડાય તેવી અટકળો તેજ થઈ છે. જેમાં સુરતના પાટીદારોને રીઝવવા માટે અલ્પેશ કથીરિયાને ભાજપમાં સામેલ કરવામાં આવશે તેવી ચર્ચાએ જોર પકડયું છે

Gujarat Assembly Election 2022 : પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા ભાજપમાં જોડાય તેવી અટકળો તેજ

Pass Alpesh Kathiria

Image Credit source: File Image

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) પૂર્વે રાજ્યમાં તોડજોડનું રાજકારણ ચરમસીમા પર છે. જેમાં પણ હાલ વિધાનસભા ચૂંટણી પૂર્વે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં પાસના કન્વીનર અલ્પેશ કથીરિયા(Alpesh kathiriya) ભાજપ (BJP)જોડાય તેવી અટકળો તેજ થઈ છે. જેમાં સુરતના પાટીદારોને રીઝવવા માટે અલ્પેશ કથીરિયાને ભાજપમાં સામેલ કરવામાં આવશે તેવી ચર્ચાએ જોર પકડયું છે. જો કે આ દરમ્યાન પાસના કન્વીનર અલ્પેશ કથીરિયાએ આ અંગે પ્રતિક્રિયા આપી હતી કે જો પાટીદાર આંદોલન સમયના કેસ પરત ખેંચે તો વિચારીશું. તેમજ આંદોલનમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને નોકરી મળે. જો ભાજપ આ બંને મુદ્દાનો ઉકેલ લાવે તો વિચારીશું. તેમજ સત્તા પક્ષ કે વિપક્ષમાંથી જે પણ ઉકેલ લાવશે તેની સાથે જઇશ.

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજ્યના પાટીદાર આંદોલનના ચહેરા રહેલા હાર્દિક પટેલે પણ કોંગ્રસનો સાથ છોડીને ભાજપમાં જોડાયા છે. જેમાં ભાજપને ગત વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર આંદોલનની અસરના લીધે બેઠકોમાં ઘટાડો નોંધાયો હતો. જેના પગલે ભાજપે આ વર્ષે પાટીદાર વોટબેંકને અંકે કરવા માટે પ્રયાસો હાથ ધર્યા છે.

أحدث أقدم