Gujarat Assembly Election 2022: ચૂંટણી પંચની નવી પહેલ, પ્રજ્ઞાચક્ષુ મતદારો માટે બ્રેઈલ લિપિમાં બેલેટ શીટ તૈયાર કરાશે

Gujarat Assembly Election 2022:  ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પડધમ વાગી રહ્યા છે. તેમજ આગામી દિવસોમાં ચૂંટણીની જાહેરાત થતાં જ સમગ્ર વહીવટીતંત્ર મતદાન માટે કામે લાગશે. જો કે આ વખતે ભારતનું ચૂંટણી પંચ(Election Commission)  અને ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી સુગમ અને સર્વસમાવેશી ચૂંટણીઓની પ્રતિબદ્ધતા સાથે કામ કરી રહી છે

Gujarat Assembly Election 2022: ચૂંટણી પંચની નવી પહેલ, પ્રજ્ઞાચક્ષુ મતદારો માટે બ્રેઈલ લિપિમાં બેલેટ શીટ તૈયાર કરાશે

મતદાન માટે બ્રેઈલ શીટ

છબી ક્રેડિટ સ્ત્રોત: પ્રતિનિધિ છબી

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પડધમ વાગી રહ્યા છે. તેમજ આગામી દિવસોમાં ચૂંટણીની જાહેરાત થતાં જ સમગ્ર વહીવટીતંત્ર મતદાન માટે કામે લાગશે. જો કે આ વખતે ભારતનું ચૂંટણી પંચ(ચૂંટણી પંચ) અને ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી સુગમ અને સર્વસમાવેશી ચૂંટણીઓની પ્રતિબદ્ધતા સાથે કામ કરી રહી છે ત્યારે પ્રજ્ઞાચક્ષુ મતદારો(દ્રષ્ટિહીન મતદારો) પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે એક નવીન સુવિધા શરૂ કરવામાં આવી છે. દ્રષ્ટિહીન મતદારોને સહાયકની જરૂરિયાત ઉપસ્થિત ન થાય તે માટે EVMના બેલેટ યુનિટ પર બ્રેઈલ લિપિમાં (બ્રેઇલ લિપી) ઉમેદવારના અનુક્રમ આપવામાં આવ્યા છે.

ગુજરાતના ચૂંટણી અધિકારી બ્રેઈલ લિપિમાં ડમી બેલેટ શીટ તૈયાર કરાવશે

પ્રજ્ઞાચક્ષુ મતદારો સરળતાથી મતદાન કરી શકે તે હેતુ માટે ગુજરાતના ચૂંટણી અધિકારી બ્રેઈલ લિપિમાં ડમી બેલેટ શીટ તૈયાર કરાવશે. મતદાનના દિવસે દ્રષ્ટિહીન મતદારો બ્રેઈલ લિપિના ડમી બેલેટ શીટનો ઉપયોગ કરીને સરળતાથી પોતાનો મત આપી શકે છે. જો દ્રષ્ટિહીન મતદાર ડમી બેલેટ શીટની મદદથી મત આપવાનો વિકલ્પ આપે તો પ્રિસાઈડીંગ ઑફિસર દ્વારા મતદારને બ્રેઈલ લિપિમાં ડમી બેલેટ શીટ આપવામાં આવશે. ડમી બેલેટ શીટના લખાણનો અભ્યાસ કર્યા બાદ, મતદારને મત આપવા માટે મતદાન કુટીરમાં જવાની પરવાનગી આપવામાં આવશે. ડમી બેલેટ શીટ વાંચ્યા બાદ આવા મતદારો EVMના મતદાન એકમ પર લગાડવામાં આવેલ અંકો દર્શાવતા સ્ટીકર પર તેમની પસંદગીના ઉમેદવારના અનુક્રમ વાંચીને તેમનો મત આપી શકશે.

દ્રષ્ટિહીન મતદાર ઈચ્છે તો મતદાર સહાયકને મતદાન કુટિરમાં સાથે જવાની છૂટ પણ આપવામાં આવે છે

ચૂંટણી સંચાલન નિયમો, 1961 ના નિયમ 49 (N)ની જોગવાઈ મુજબ સામાન્ય રીતે દરેક મતદાન મથકે પ્રજ્ઞાચક્ષુ મતદારોને મતદાન સહાયક ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જો દ્રષ્ટિહીન મતદાર ઈચ્છે તો મતદાર સહાયકને મતદાન કુટિરમાં સાથે જવાની છૂટ પણ આપવામાં આવે છે. પરંતુ, આવનાર વિધાનસભા ચૂંટણીમાં દ્રષ્ટિહીન મતદારો બ્રેઈલ લિપિના સ્ટીકર પરથી ઉમેદવારનો અનુક્રમ ઓળખીને પણ મતદાન કરી શકશે.

أحدث أقدم