Gujarat Election 2022 : ચૂંટણી પહેલા પક્ષપલટાની મોસમ પૂરબહારમાં, કોંગ્રેસનો સાથ છોડનાર વધુ એક નેતા આજે કરશે 'કેસરિયા' | Harshad Ribadiya who resigned from Congress, he Will join BJP today

જેમ-જેમ ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે, તેમ નેતાઓ વિરોધ પક્ષની નજીક આવી રહ્યા હોય તેવુ લાગી રહ્યું છે. આજે વધુ એક કોંગ્રેસી નેતા વિધિવત રીતે ભાજપમાં જોડાશે.

Gujarat Election 2022 : ચૂંટણી પહેલા પક્ષપલટાની મોસમ પૂરબહારમાં, કોંગ્રેસનો સાથ છોડનાર વધુ એક નેતા આજે કરશે 'કેસરિયા'

Harshad Ribadiya will join BJP

Gandhinagar : ગુજરાત વિધાનસભા ચૂંટણીની (Gujarat Election 2022) ગમે ત્યારે જાહેરાત થી શકે છે, ત્યારે દરેક રાજકીય પક્ષ મહતમ  બેઠકો હાંસલ કરવા એડી ચોટીનુ જોર લગાવી રહ્યા છે. જો કે પક્ષપલટાની મોસમે પગલે હાલ કોંગ્રેસની (Gujarat Congress) સ્થિતિ કથળી છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા હર્ષદ રિબડીયાએ (Harshad ribadiya)  કોંગ્રેસના સભ્યપદેથી અને ધારાસભ્યના પદ પરથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ હવે રિબડીયા આજે વિધિવત રીતે ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરી લેશે. પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમમાં (Kamlam)  આયોજીત ખાસ કાર્યક્રમમાં હર્ષદ રિબડીયા પોતાના સમર્થકો સાથે ભાજપમાં (BJP) જોડાશે. મળતી માહિતી મુજબ સી.આર.પાટીલની હાજરીમાં તેઓ કેસરિયો ધારણ કરી શકે છે. એવા પણ તર્ક થઈ રહ્યા છે કે, તેઓ વિસાવદર બેઠક પર ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી શકે છે.

હર્ષદ રિબડિયાનો જૂના વીડિયો વાયરલ થતા રાજકારણ ગરમાયુ

તો બીજી તરફ કોંગ્રેસને (Congress) અલવિંદા કહ્યાં બાદ હર્ષદ રિબડિયાના જૂના વીડિયો વાયરલ (Viral video)  થવા અંગે રાજકારણ ગરમાયું છે. હર્ષદ રિબડીયાના જૂના વીડિયોને લઇ ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ પ્રહાર કર્યા અને કહ્યું કે હર્ષદ રિબડીયા પોતે 40 કરોડની ઓફર આવી હોવાનો સ્વીકાર કરી રહ્યાં છે. એટલે હર્ષદ રિબડિયા પોતે સ્પષ્ટતા કરે કે તેમને આ ઓફર કોણે આપી હતી. શું તેમને ઓફર આપવા વાળાએ તેમને ઘરે બેસવાની ઓફર હતી કે ટિકિટ મેળવવાની ?

તો ભાજપ નેતા જયરાજસિંહ પરમારે પણ રઘુ શર્માના (Raghu sharma)  આક્ષેપને ફગાવ્યાં અને સવાલ કરતા કહ્યું કે 2018ની ચૂંટણીમાં બસપા અને અપક્ષ ધારાસભ્યો કોંગ્રેસમાં લઇ ગયા હતા ત્યારે કેટલા કરોડમાં ખરીદ્યા હતા. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોશ વોટિંગ કરનાર કોંગ્રેસના ધારાસભ્યો સામે કેમ કાર્યવાહી કરવામાં ન આવી.

Previous Post Next Post