Gujarat Election 2022: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર શેર કર્યો જામનગરનો ખાસ વીડિયો અને કહ્યું, તમારા જેવા સવા સો કરોડ દેશવાસીઓના અસીમ પ્રેમથી જ દેશસેવામાં કાર્યરત છું

વડાપ્રધાન મોદીએ તેમના ટ્વિટર  (Twitter) હેન્ડલ પર જામનગરના એક વ્યક્તિનું ટ્વિટ શેર કર્યું હતું. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ટ્વિટર હેન્ડલ ઉપર જામનગરના અન્ય વીડિયો તથા ફોટા પણ શેર કર્યા હતા.

Gujarat Election 2022: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર શેર કર્યો જામનગરનો ખાસ વીડિયો અને કહ્યું, તમારા જેવા સવા સો કરોડ દેશવાસીઓના અસીમ પ્રેમથી જ દેશસેવામાં કાર્યરત છું

જામનગરમાં મળેલા ઉષ્માભર્યા આવકાર બાદ વડાપ્રધાને ટ્વિટર પર શેર કર્યો ખાસ વીડિયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી  (Pm Narendr  Modi) આજે જામનગરની  (Jamnagar) મુલાકાતે હતા અને તેમણે જામનગર ખાતે કરોડોના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું ત્યારે રોડ શો દરમિયાન લોકોએ તેમનું વિવિધ રીતે અભિવાદન કર્યું હતું. તે સમે વડાપ્રધાન મોદીએ પણ હાથ હલાવીને, તેમજ લોકોને મળીને તેમના પ્રેમનો સ્વીકાર કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વ્યક્તિનું પેઇન્ટિંગ  (Painting) પણ સામે ચાલીને જોયું હતું અને તે પેઇન્ટિંગ પર હસ્તાક્ષર પણ કર્યા હતા. ત્યારે વડાપ્રધાન મોદીએ તેમના ટ્વિટર  (Twitter) હેન્ડલ પર જામનગરના એક વ્યક્તિનું ટ્વિટ શેર કર્યું હતું. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ટ્વિટર હેન્ડલ ઉપર જામનગરના અન્ય વીડિયો તથા ફોટા પણ શેર કર્યા હતા.

નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી  (PM Narendra Modi) છેલ્લા બે દિવસથી ગુજરાતના વિવિધ જિલ્લામાં ઝંઝાવાતી પ્રવાસ કરી રહ્યા છે અને વડાપ્રધાન મોદી જ્યાં જાય ત્યાં લોકો ગુજરાતના આ પનોતા પુત્રને  હરખથી આવકારી રહ્યા છે ત્યારે આજે જામનગરમાં રોડ શો દરમિયાન એક અનોખો નજારો જોવા મળ્યો હતો. 3 દિવસીય ગુજરાત પ્રવાસે આવેલા વડાપ્રધાન મોદી આજે જામનગર  (Jamnagar) પહોંચ્યા હતા. તેમના સ્વાગત માટે જામનગરના લોકો રસ્તા પર ઉમટી પડયા હતા.  વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો  (PM Modi road Show) ચાલી રહ્યો હતો તે દરમિયાન એક વ્યક્તિ  તેના હાથમાં વડાપ્રધાન મોદી  તથા હીરાબાનું પેઈન્ટિંગ લઈને ઉભા હતા. આ જોઈને વડાપ્રધાન સામેથી ચાલીને તે વ્યક્તિની નજીક પહોંચ્યા હતા અને આ સુંદર ચિત્ર નિહાળીને આ ચિત્ર ઉપર વડાપ્રધાને ઓટોગ્રાફ કરી આપ્યો હતો. વડાપ્રધાને ઓટોગ્રાફ આપતા વંદે માતરમ અને નરેન્દ્ર મોદી લખ્યું હતું. આ ફોટા પર ઓટોગ્રાફ લેતા પહેલા તે વ્યક્તિએ વડાપ્રધાન મોદીને એક ચિત્ર ભેટમાં આપ્યું હતું.

અન્ય એક ટ્વિવટમાં  વડાપ્રધાન મોદીએ  જામનગરના અન્ય ફોટા પણ શેર કર્યા હતા.

أحدث أقدم