કિરણ મહિડા ચા વાળા તરીકે જાણીતા છે અને કિટલી ચલાવે છે તેઓ જેઓ મોદીના ચાહક છે. 9 વર્ષ અગાઉ વડાપ્રધાને વડોદરામાંથી ઉમેદવારી કરી હતી ત્યારે તેમના ટેકેદાર તરીકે સહી કરનારામાં એક ચાની લારી ચલાવનારા કિરણ મહિડાનો સમાવેશ થતો હતો.
તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન મોદી સાથે ચા વાળા કિરણ મહિડા (ફાઇલ ફોટો)
ગુજરાતમાં ચૂંટણી હવે આંગણે આવીને ઉભી છે ત્યારે ભાજપ દ્વારા વિવિધ જિલ્લામાં સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે તો સામી ચૂંટણી આવતા જ રાજકારણના મેદાનમાં ઝંપલાવવા માટે વિવિધ દાવેદારો પણ તેમના નામ નોંધાવવા લાગ્યા છે. ત્યારે વડોદરાના અકોટા ખાતેથી ચા વાળા કિરણ મહિડાએ પણ દાવેદારી નોંધાવી છે. કિરણ મહિડા ટી સ્ટોલ ચલાવે છે. તેમણે કહ્યું હતું કે જો મને ટિકીટ ફાળવવામાં આવશે તો હું પણ વિકાસના કામોમાં સહભાગી બનીશ અને વિકાસના કામો કરીશ. તેમજ રસ્તા પર ઉભા રહેતા સ્ટ્રીટ વેન્ડર માટે ખાસ પોલિસી અમલમાં લાવીને લારી અન ગલ્લા ધારકોના વિકાસના કાર્યો કરીશ.
વડાપ્રધાન મોદીના પ્રશંસક છે કિરણ મહિડા?
કિરણ મહિડા ચા વાળા તરીકે જાણીતા છે અને કિટલી ચલાવે છે તેઓ જેઓ મોદીના ચાહક છે. 9 વર્ષ અગાઉ વડાપ્રધાને વડોદરામાંથી ઉમેદવારી કરી હતી ત્યારે તેમના ટેકેદાર તરીકે સહી કરનારામાં એક ચાની લારી ચલાવનારા કિરણ મહિડાનો સમાવેશ થતો હતો. તે સમયે વડોદરાની મુલાકાત દરમિયાન તત્કાલિન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી કિરણ મહિડાને ભેટી પડ્યા હતા.
આ સ્મૃતિને યાદ કરતા કિરણ મહિડાએ જ્યારે 18મી જૂન 2022ના રોજ વડાપ્રધાન મોદી વડોદરાની મુલાકાતે હતા. ત્યારે કિરણ મહિડાએ 1 લાખ લોકોને નિશુલ્ક ચા પીવડાવી હતી. નોંધનીય છે કે વડાપ્રધાનની જૂન મહિનાની મુલાકાત દરમિયાન વડોદરામાં ચાની લારી ધરાવતા હજારો કાર્યકરોને નિઃશુલ્ક ચા પીવડાવી હતી.