Gujarat Election: ગુજરાતમાં 31 ઓક્ટોબરથી શરૂ થશે કોંગ્રેસની પરિવર્તન યાત્રા, 4 કરોડથી વધુ લોકો સુધી પહોંચવાનું આયોજન

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Elections) મતદારોને આકર્ષવા કોંગ્રેસે રણનીતિ બનાવી છે. 31 ઓક્ટોબરથી ગુજરાતમાં કોંગ્રેસની પરિવર્તન યાત્રા યોજાવાની છે. સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ પરિવર્તન યાત્રા કરશે.

TV9 ગુજરાતી

| સંપાદિત: કુંજન શુકલ

ઑક્ટો 29, 2022 | સાંજે 5:20

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે. ત્યારે વિવિધ રાજકીય પક્ષોએ પ્રચારનો ધમધમાટ શરી કરી દીધો છે. ચૂંટણી જીતવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જોરશોરથી પ્રચાર પ્રસારના કાર્યક્રમો કરી રહ્યાં છે. ત્યારે રાજકીય માહોલ વચ્ચે કોંગ્રેસ પ્રચાર શરૂ કરશે. કોંગ્રેસની કેન્દ્રીય મોવડી મંડળની ટીમ ગુજરાતમાં ધામા નાખશે. 31 ઓક્ટોબરથી કોંગ્રેસની પરિવર્તન યાત્રા શરુ થશે. સરદાર પટેલની જન્મજયંતીના દિવસથી આ યાત્તા શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યુ છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદારોને આકર્ષવા કોંગ્રેસે રણનીતિ બનાવી છે. 31 ઓક્ટોબરથી ગુજરાતમાં કોંગ્રેસની પરિવર્તન યાત્રા યોજાવાની છે. સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ પરિવર્તન યાત્રા કરશે. સરદાર પટેલની જન્મજયંતીના દિવસથી આ યાત્રા શરુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં અલગ-અલગ ચાર ઝોનમાં આ યાત્રા કરવામાં આવશે. કોંગ્રેસ દ્વારા આ યાત્રા દ્વારા 4 કરોડથી વધુ લોકો સુધી પહોંચવાનું આયોજન છે. યાત્રામાં 145 સભાઓ અને 95થી વધુ રેલીઓ યોજાશે તો 10 લાખથી વધુ કોંગ્રેસ કાર્યકરોને યાત્રાની જવાબદારી સોંપાઈ છે. અશોક ગેહલોત વડગામથી ઉત્તર ઝોનની યાત્રાની શરૂઆત કરાવશે.

તો ભૂજમાં દિગ્વિજયસિંહ અને ફાગવેલથી સચિન પાયલટ યાત્રાની શરૂઆત કરાવશે. જંબુસરથી પવન ખેરા યાત્રાની શરૂઆત કરાવશે. યાત્રામાં સામાજિક અગ્રણીઓને પણ જોડવામાં આવશે તો કોંગ્રેસના વચનો જન-જન સુધી પહોંચાડવા પ્રયત્ન કરવામાં આવશે. આ યાત્રા માટે કોગ્રેસની કેન્દ્રીય મોવડી મંડળની ટીમ ગુજરાતમાં ધામા નાખશે.

Previous Post Next Post