Gujarat Election: ભાજપ નેતા કિશનસિંહ સોલંકીને AAPના નેતા ભગવંત માન સાથે ફોટો શેર કરવો ભારે પડ્યો, પાર્ટીએ કરી મોટી કાર્યવાહી | Gujarat Election: BJP's Kishan Singh Solanki was suspended by the party for 6 years for sharing a photo with AAP leader Bhagwant Mann

Gujarat Election: આમ આદમી પાર્ટીના નેતા અને પંજાબના મુખ્યમંત્રી સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતા ભાજપના પૂર્વ પ્રવક્તા કિશનસિંહને પાર્ટીએ 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. ગેરશિસ્ત બદલ આ કાર્યવાહી કરી હોવાનુ ભાજપે જણાવ્યુ છે.

TV9 GUJARATI

| Edited By: Mina Pandya

Oct 03, 2022 | 7:42 PM

ગુજરાત પ્રદેશ ભાજપે (BJP) પૂર્વ પ્રવક્તા કિશનસિંહ સોલંકી (Kishan Singh Solanki)ને સસ્પેન્ડ કર્યા છે. પૂર્વ મીડિયા કન્વીનર રહી ચુકેલા કિશનસિંહને ભાજપે 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે. કિશનસિંહે ભગવંત માન સાથેની તસ્વીર સોશિયલ મીડિયા (Social Media) પર શેર કરી હતી. તેને લઈને પક્ષે ગેરશિસ્ત બદલ કાર્યવાહી કરતા 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કિશનસિંહને છેલ્લા ઘણા સમયથી ભાજપમાંથી સાઈડલાઈન કરવામાં આવ્યા હતા. કિશનસિંહે આપના નેતા પંજાબના સીએમ ભગવંત માન સાથેનો ફોટો તેમના સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. તેની નોંધ લઈ તેમની સામે ગેરશિસ્ત બદલ કાર્યવાહી કરવામાં આવી છે. આ અંગે ગંભીરતા સાથે નોંધ લઈ તેમની સામે પક્ષે શિસ્તભંગના પગલા લેતા કાર્યવાહી કરી છે.

એકતરફ હાલ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. જેમાં આમ આદમી પાર્ટી પણ તમામ તાકાત લગાવી રહી છે. આપ ગુજરાતમાં રાજકીય જમીન મજબુત કરવા માટે અને ભાજપ સામે બીજી મોટી પાર્ટી તરીકે આવવા માટેના પ્રયાસ કરી રહી છે. ગુજરાતમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે. આ તમામની વચ્ચે કિશનસિંહ સોલંકી દ્વારા સોશિયલ મીડિયા પર જે પોસ્ટ મુકવામાં આવી ભગવંત માન સાથેના ફોટા સાથેની તેની ગંભીર નોંધ લઈ ભાજપે તેમને તમામ પદો પરથી હટાવ્યા છે.

આ અંગે આમ આદમી પાર્ટીએ જણાવ્યુ છે કે  જાહેર જીવનમાં પ્રસંગ હોય તેવા સમયે નેતાઓ એકબીજાને શુભકામના પાઠવતા હોય છે. આવામાં ભાજપના નેતાએ માત્ર ફોટો શેર કરી શુભેચ્છા પાઠવી હતી. આટલી નાની વાતમાં ભાજપ જો પોતાના નેતાને સસ્પેન્ડ કરી દેતી હોય તે તો બહુ કહેવાય.

Previous Post Next Post