Gujarat Election: AIMIMએ વધુ બે બેઠકના ઉમેદવારના નામ જાહેર કર્યા, જાણો કોણ લડશે ક્યાંથી ચૂંટણી

તમામ રાજકીય પક્ષો વિધાનસભાનો (Gujarat Assembly Election) જંગ જીતવા ભારે મહેનત કરી રહ્યા છે. તો બીજી તરફ આ રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોની પસંદગીના કામોમાં પણ લાગેલા છે. જો કે કેટલાક રાજકીય પક્ષે તેમના ઉમેદવારોની કેટલીક યાદી જાહેર કરી છે.

Gujarat Election: AIMIMએ વધુ બે બેઠકના ઉમેદવારના નામ જાહેર કર્યા, જાણો કોણ લડશે ક્યાંથી ચૂંટણી

AIMIMએ અત્યાર સુધીમાં પાંચ ઉમેદવારોના નામ જાહેર કર્યા

છબી ક્રેડિટ સ્ત્રોત: TV9 GFX

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (ગુજરાત વિધાનસભા ચૂંટણી) ખૂબ જ નજીકમાં છે. તમામ રાજકીય પક્ષો વિધાનસભાનો જંગ જીતવા ભારે મહેનત કરી રહ્યા છે. તો બીજી તરફ આ રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોની પસંદગીના કામોમાં પણ લાગેલા છે. જો કે કેટલાક રાજકીય પક્ષે તેમના ઉમેદવારોની કેટલીક યાદી જાહેર કરી છે. તો કેટલાક પક્ષ હજુ પણ ઉમેદવાર પસંદગીના કામમાં જોતરાયેલા છે. તો ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ની વાત કરીએ તો તેણે સુરત (સુરત) અને અમદાવાદ (અમદાવાદ) મળી કુલ પાંચ બેઠક માટે નામો જાહેર કર્યા છે.

વધુ બે નામોની કરાઇ જાહેરાત

16 ઓક્ટોબરના રોજ અસદુદ્દીન ઓવૈસીના નેતૃત્વવાળી પાર્ટી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)એ આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બે બેઠકો માટે તેના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. અસદુદ્દીન ઓવૈસીના નેતૃત્વવાળી પાર્ટીએ અત્યાર સુધીમાં પાંચ સીટો માટે તેના ઉમેદવારોની જાહેરાત કરી છે. ઓવૈસીએ રવિવારે અમદાવાદના બાપુનગરથી શાહનવાઝ ખાન પઠાણ અને સુરતના લિંબાયતમાંથી અબ્દુલ બશીર શેખને પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું હતુ કે AIMIM ગુજરાતના લોકોને મજબૂત અને સ્વતંત્ર રાજકીય અવાજ આપશે.

આ પહેલા ત્રણ બેઠકના નામ જાહેર કરાયા હતા

મહત્વનું છે કે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)એ આ પહેલા પણ ત્રણ બેઠક પર નામ જાહેર કરેલા છે. AIMIM પાર્ટીએ તેના પ્રદેશ પ્રમુખ સાબીર કાબલીવાલાને અમદાવાદના જમાલપુર-ખાડિયાથી, દલિત ચહેરા કૌશિકા પરમારને દાણીલીમડા (અનામત) બેઠક પરથી અને વસીમ કુરેશીને સુરત-પૂર્વથી મેદાનમાં ઉતાર્યા છે.

દિલ્હીમાં 19થી 21 ઓક્ટોબર સ્ક્રીનિંગ કમિટીની બેઠક

બીજી તરફ ઉમેદવાર પસંદગી માટે કોંગ્રેસની દિલ્હીમાં બેઠક મળશે. 19થી 21 ઓક્ટોબર સ્ક્રીનિંગ કમિટીની દિલ્લીમાં બેઠક મળવાની છે. બેઠક માટે પ્રભારી રઘુ શર્મા, જગદીશ ઠાકોર અને સુખરામ રાઠવા દિલ્લી જશે. સીઇસી બેઠકમાં કોંગ્રેસના ઉમેદવારો ફાઇનલ થશે. દિવાળી બાદ કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થશે.

આમ આદમી પાર્ટીએ 41 નામ જાહેર કર્યા

તો આમ આદમી પાર્ટીના (AAP) વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારોના નામની પાંચમી યાદી પણ જાહેર કરવામાં આવી છે. સુરત, અમદાવાદ, (Ahmedabad) ભૂજ, ઇડર, ટંકારા સહિતની કેટલીક બેઠક માટેના નામ જાહેર કરવામાં આવ્યા છે. આમઆદમી પાર્ટી દ્વારા અત્યાર સુધીમાં કુલ 41 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને નામની જાહેરાત કરી હતી.

ભાજપ દ્વારા બેઠકોનો દોર

તો ભાજપ દ્વારા પણ ઉમેદવાર પસંદગીની કામગીરી ચાલી રહી છે. જે માટે એક પછી એક બેઠક મળી રહી છે. એક દિવસ પહેલા જ દિલ્લીમાં PM (PM Narendra modi) આવાસ ખાતે ભાજપની મહત્વની બેઠક મળી હતી. જેમાં ગૃહપ્રધાન અમિત શાહ, (AMit shah) મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. સાડા ત્રણ કલાક વધુ સમય સુધી ચાલેલી આ બેઠકમાં આગામી ચૂંટણીને લઈને ચર્ચા કરવામાં આવી હતી.

أحدث أقدم